સહી પકડે હૈં

Published: May 14, 2020, 17:51 IST | Rashmin Shah | Mumbai

શુભાંગી અત્રે પાસે ઑલરેડી બીજી ઑફર આવી ગઈ હતી અને માત્ર પેપરવર્ક બાકી હતું અને એમ છતાં ઍક્ટ્રેસે ‘ભાભીજી ઘર પર હૈં!’માં અંગુરીભાભીનું રિપ્લેસમેન્ટ પસંદ કર્યું

&tvના સુપરહિટ શો ‘ભાભીજી ઘર પર હૈ’માં દેહાતી અંગુરીભાભીનું કૅરૅક્ટર કરતી શુભાંગી અત્રે અત્યારે લૉકડાઉન વચ્ચે ઘરે બેસીને પોતાના જૂના સમયને યાદ કરે છે ત્યારે તેને સમજાય છે કે આ સુપરહિટ શો હાથમાં લેતાં પહેલાં તેણે કેટલું મોટું રિસ્ક લીધું હતું. ઍક્ચ્યુઅલી શુભાંગીએ આ શોમાં શિલ્પા શિંદેનું રિપ્લેસમેન્ટ કરવાનું હતું અને શિલ્પા શિંદેએ ગામડિયણ ભાભીનું કૅરૅક્ટર જબરદસ્ત એસ્ટાબ્લિશ કરી દીધું હતું. શુભાંગી પાસે જ્યારે ‘ભાભીજી ઘર પર હૈં!’ની ઑફર આવી ત્યારે ઑલરેડી તેની પાસે નવા શરૂ થઈ રહેલા બીજા શોની ઑફર આવી ગઈ હતી અને તમામ પ્રકારની ડીલ પણ મૌખિક રીતે પૂરી થઈ ગઈ હતી. માત્ર પેપરવર્ક બાકી હતું. એ જ સમયે ‘ભાભીજી ઘર પર હૈં!’ના રિપ્લેસમેન્ટ માટે ઑફર આવી ત્યારે શુભાંગી પાસે બે ઑપ્શન હતા. નવા શો સાથે આગળ વધવું કે પછી સફળ થયેલા કૅરૅક્ટરનું રિપ્લેસમેન્ટ કરીને કરીઅરને નવું રિસ્ક આપવું.

શુભાંગી કહે છે, ‘મન નવા શો તરફ હતું અને દિલ આ શો માટે હતું. મેં મારા દિલની વાત માની અને ‘ભાભીજી ઘર પર હૈં!’ માટે હા પાડી દીધી.

શિલ્પા શિંદેનું રિપ્લેસમેન્ટ કરીને ઑડિયન્સના મનમાંથી તેની છાપ દૂર કરવાનું કામ અઘરું હતું, પણ શુભાંગીએ ગણતરીના દિવસોમાં જ એ કામ કર્યું અને આજે એવી સિચુએશન છે કે મોટા ભાગના ઑડિયન્સને શિલ્પાનું કૅરૅક્ટર યાદ પણ નથી રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK