Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ-સલમાન-આમિર પર ભારે પડી રહ્યા છે આયુષ્માન-રાજકુમાર-વિક્કી કૌશલ

શાહરુખ-સલમાન-આમિર પર ભારે પડી રહ્યા છે આયુષ્માન-રાજકુમાર-વિક્કી કૌશલ

09 July, 2019 03:19 PM IST | મુંબઈ

શાહરુખ-સલમાન-આમિર પર ભારે પડી રહ્યા છે આયુષ્માન-રાજકુમાર-વિક્કી કૌશલ

શાહરુખ-સલમાન-આમિર પર ભારે પડી રહ્યા છે આયુષ્માન-રાજકુમાર-વિક્કી કૌશલ


બોલીવુડ 106 વર્ષનું થઈ ચુક્યુ છે. આ લાંબા સમયમાં દર્શકોએ તેના તમામ પાસા જોયા છે, જેમાં સંખ્યાબંધ સ્ટાર્સના ઉતાર ચડાવ પણ સામેલ છે. સિનેમા પ્રેમીઓએ કેટલાક લોકોને જમીનથી આકાશ સુધીઅને સ્ટારડમથી સામાન્ય બનતા જોયા છે. પરંતુ જો તમે આખા 106 વર્ષ પર નજર રાખશો તો સમજી શક્શો કે કેટલાક વર્ષો બાદ દરેક વખતે સિનેમાનો એક નવો દોર શરૂ થાય છે, જેમાં નવા સ્ટાર્સનો ઉદય થાય છે. હાલ પણ બોલીવુડમાં આવો જ દોર ચાલુ થયો છે. આ નવા સમયમાં દિગ્ગજો કરતા નવા યુવા કલાકારો દર્શકોને વધુ પસંદ ાવી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં બોક્સ ઓફિસ પર સિનેમાના સુપરસ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન નિષ્ફળ રહ્યા છે. આ ખાન ત્રિપુટીએ ફક્ત ક્રિટિક્સ જ નહીં પરંતુ દર્શકોને પણ નિરાશ કર્યા છે. ઈદ પર સલમાન ખાનની રેસ 3 રિલીજ થઈ હતી, જે ફ્લોપ રહી. આ ફિલ્મ માટે સલમાન ખાનની ખૂબ જ ટીકા પણ થઈ. આ ફિલ્મની સ્ટોરી અને એક્ટિંગ કશું જ સારું નહોતું રહ્યું. તો આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને શાહરુખ ખાનની ઝીરો પણ ઉંધે કાંધ પછડાઈ. મોટા બજેટ સાથે બનેલી આ ફિલ્મો પાસેથી દર્શકોને ઘણી આશા હતી, પરંતુ એક પણ ફિલ્મ તેમાં સારી સાબિત ન થઈ.



ફિલ્મો આ રીતે ફ્લોપ થવાથી આ સ્ટાર્સ કેટલાક સમય માટે સિલ્વર સ્ક્રીનથી દૂર પણ રહ્યા. જો કે હાલ સલમાન પાસે દબંગ 3, ટાઈગર 3 અને ઈન્શાહઅલ્લાહ જેવી ફિલ્મો છે, પરંતુ આમિર ખાન અને શાહરુખ પાસે કોઈ પ્રોજેક્ટ નથી. બીજી તરફ યુવા કલાકરાો આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને વિક્કી કૌશલે સારી સ્ટોરી અને શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે. વિક્કી કૌશલે મેઘના ગુલઝારની રાઝી, રાજકુમાર હિરાનીની સંજુ અને સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરીથી સફળતા મેળવી, તો રાજકુમાર રાવની સ્ત્રી ખૂબ જ વખણાઈ. હાલ પણ તે જજમેન્ટલ હૈ ક્યામાં પોતાના રોલનને લઈ ચર્ચામાં છે. તો આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મને સ્ટોરી અને એક્ટિંગ બંને માટે પસંદ કરાઈ રહી છે. આ ત્રણે સ્ટાર્સ પાસે હજી 3-3 ફિલ્મો છે.


સિનેમાના આ દોર વિશે ટાઈમ્સ નાવ ડોટ કોમે જાણીતા ફિલ્મ ક્રિટીક દીપક દુઆ સાથે વાત કરી જેમાં દીપક દુઆ કહે છે કે શાહરુખ, સલમાન અને આમિરને સ્ક્રીન પર 25 વર્ષ થઈ ચૂક્યા છે. હવે ઉંમર પ્રમાણે તેમણે પોતાના રોલ બદલવા પડી રહ્યા છે. હવે તેઓ યંગ રોલ ન કરી શકે. આમિર ખાન તો પણ પ્રયોગ કરે છે અને સફળ થાય છે. પરંતુ શાહરુખ ખાન આ પ્રયોગમાં નિષ્ફળ રહ્યા છે. દીપક દુઆ વધુમાં કહે છે કે દર્શકો સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ સમજદાર બન્યા છે, જેનાથી કન્ટેન્ટ પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. એટલે ત્યારે મોટા સ્ટાર્સની ફિલ્મમાં કન્ટેન્ટ સારુ ન હોય તો તે નથી ચાલતી.

આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો


દીપક દુઆ ટાઈમ્સ નાવ ડોટ કોમ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આવામાં સ્ટાર્સ પાછળ છૂટી જાય છે અને કલાકારો આગળ નીકળી જાય છે. વિક્કી કૌશલ, આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ જેવા સ્ટાર્સ કન્ટેન્ટ સિનોમા સાથે સારી એક્ટિંગ કરી રહ્યા છે. એટલે તેમની લોકપ્રિયતા વધી રહી છે. જ્યારે ખાન ત્રિપુટી પરથી લોકનો વિશ્વાસ ઘટી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 03:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK