શાહરુખ ખાને ધ લાયન કિંગનાં એક દૃશ્યને બે વાર કેમ ડબ કરવા પડ્યાં?

Published: Jul 13, 2019, 17:04 IST | મુંબઈ

તેનો અવાજ સાંભળવામાં ખૂબ મીઠો હતો અને આજે પણ તેનો અવાજ સાંભળવો સારું લાગે છે.

ધ લાયન કિંગ (શાહ રુખ ખાન)
ધ લાયન કિંગ (શાહ રુખ ખાન)

શાહરુખ ખાને ‘ધ લાયન કિંગ’નાં એક દૃશ્યનું બે વાર ડબિંગ કરવું પડ્યું હતું. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં તેણે મુફાસાનો અવાજ આપ્યો છે. તેના દીકરા આર્યને આ ફિલ્મમાં જ સિમ્બાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મ ૧૯ જુલાઈએ રિલીઝ થવાની છે. ડિઝનીની આ ફિલ્મ ઇંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આર્યનના અવાજનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને તેના અવાજ અને શાહરુખનો અવાજ એક સરખો જ છે એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે વધુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘અમે એક સીનને સાંભળી રહ્યા હતાં ડબિંગ થિયેટરમાં બેઠેલાં તમામ એક્સપર્ટસે એ દરમ્યાન કહ્યું હતું કે મારો અવાજ આર્યન જેવો લાગે છે. ત્યાર બાદ તેમણે મને કહ્યું હતું કે મારે ફરીથી એક સીનની ડબિંગ કરવી પડશે કારણ કે મારો અવાજ તેની સાથે ખૂબ મળતો આવે છે. આ વિશે મેં કદી વિચાર્યું પણ નહોતું. એક પિતા તરીકે મારા માટે આ ખૂબ સારી બાબત હતી. મારા માટે એ ખૂબ જ સ્પેશ્યલ અને દિલને સ્પર્શી જનારી વાત હતી.’

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

દીકરા આર્યન સાથે ડબિંગ કરવાનો અનુભવ અદ્ભુત હતો એવુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘આર્યન સાથે ડબિંગ કરવાનો અનુભવ મારા માટે ખૂબ સ્પેશ્યલ રહ્યો હતો. પ્રોફેશનલી તેની સાથે સમય પસાર કરવાની મને તક મળી હતી. હું એક પ્રોફેશનલ ઍક્ટર છું અને મારે આ કરવું જ રહ્યું, પરંતુ મારી ફૅમિલી કદી પણ મારા કામ સાથે જોડાઈ નથી. એથી મારા માટે આ એક ખુશીની વાત છે. અમે જ્યારે ‘ધ ઇન્ક્રેડિબલ્સ’માં અવાજ આપ્યો હતો ત્યારે આર્યન માત્ર ૯ વર્ષનો હતો. તેનો અવાજ સાંભળવામાં ખૂબ મીઠો હતો અને આજે પણ તેનો અવાજ સાંભળવો સારું લાગે છે. કામ કરતાંની સાથે તેની સાથે સમય પસાર કરવા મળ્યો એ મારા માટે સ્પેશ્યલ રહ્યું હતું. મારા માટે આર્યન સાથેનાં સંબંધોને વધુ મજબુત બનાવવાનો એ સમય હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK