વર્તમાનમાં પ્રેમનો ખરો અર્થ ખોવાઈ ગયો છે : રકુલ પ્રિત સિંહ

Published: Nov 05, 2019, 14:01 IST | Mumbai

રકુલ પ્રિત સિંહનું માનવુ છે કે વર્તમાન સમયમાં પ્રેમનો ખરો અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે.

રકુલ પ્રિત સિંહ
રકુલ પ્રિત સિંહ

રકુલ પ્રિત સિંહનું માનવુ છે કે વર્તમાન સમયમાં પ્રેમનો ખરો અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે. તેનું નામ ઘણી સેલિબ્રિટીઝ સાથે ચર્ચામાં રહ્યું છે. તેના અફૅર વિશે પૂછતાં રકુલે કહ્યું હતું કે ‘હું મારા કામમાં એટલી તો વ્યસ્ત છું કે મારા પાસે અફૅર કરવાનો સમય નથી. હું સિંગલ છું.’

પુરુષમાં કેવી ક્વૉલિટી હોવી જોઈએ એ વિશે રકુલે કહ્યું હતું કે ‘તે મૂર્ખ ન હોવો જોઈએ. તેનામાં થોડું તો દિમાગ હોવુ જોઈએ. સાથે જ જીવનમાં તેનું કોઈ લક્ષ પણ હોવું જરૂરી છે. હું એવી વ્યક્તિ છું જે માત્ર સંબંધો રાખવા ખાતર નથી રાખતી, એની પાછળ કોઈ અર્થ હોવો જરૂરી છે. બે લોકોમાં પરસ્પર મનમેળ હોવો પણ જરૂરી છે. મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક પ્રેમનો ખરો અર્થ ખોવાઈ ગયો છે. હું સતત મજાકમાં કહ્યાં કરું છું કે મારો જન્મ તો ૭૦નાં દાયકામાં થવો જોઈતો હતો.’

ઇન્ડસ્ટ્રીમાં તે લોકોને ‘બ્રો-ઝોન’ કરી દે છે એ વિશે પૂછતાં રકુલે કહ્યું હતું કે ‘ના,ના, પ્લીઝ આવું ના કહો. હું એવી નથી. હું માત્ર ફ્રેન્ડ બનાવું છું, જેમાં કંઈ ખોટું નથી. હું ડરપોક છું. કોઈ મારી સાથે ફ્લર્ટ કરતું હોય તો પણ મને એ ખબર નથી પડતી. મારા વત્તી મારી ક્લોઝ ફ્રેન્ડ મારા ફોન પર ફ્લર્ટ કરે છે. ફ્લર્ટ કરતા મને થોડુ ઘણું જ આવડે છે અને એ હું કરું તો અધ વચ્ચે અટવાઈ જાઉં છું.’

શું તે કોઈ ઍક્ટરને ડૅટ કરવા માગે છે? એ સવાલનો જવાબ આપતા રકુલે કહ્યું હતું કે ‘હા. મારા માટે પ્રોફેશન અગત્યનું નથી. જોકે એ વ્યક્તિ કેવી છે એનાં પર આધાર રાખે છે અને જો તમારી મરજી પ્રમાણેની વ્યક્તિ મળે અને એ ઍક્ટર હોય તો પછી એમાં વાંધો નથી.’

આ પણ વાંચો : પાનીપતમાં મરાઠી યુવતીનું પાત્ર ઑફર થતા ચોંકી ઉઠી હતી : ક્રિતી

રાણા દગુબટ્ટી સાથેના રિલેશનને લઈને પણ અફવા ઉડી હતી. એ વિશે રકુલે કહ્યું હતું કે ‘ઓહ માય ગોડ. અમે તો પાડોશી છીએ. બે મિનીટનાં અંતરે અમારુ ઘર છે. લક્ષ્મી મંચુ સાથે અમારુ ક્લોઝ ફ્રેન્ડ્સનું ગ્રુપ છે. લક્ષ્મી મંચુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને જેમ કે તમે જાણો છો તેમ રાણા પણ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મેં મારી ફિલ્મની જર્ની શરૂ કરી ત્યારથી જ તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એ સમયમાં તે રિલેશનશીપમાં હતો. એથી અમે પહેલા તો ફ્રેન્ડસ બન્યા હતા. ત્યાર બાદ અમારી ગૅન્ગ બની હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK