બાર વર્ષ બાદ કુણાલ ખેમુએ સેલિબ્રેટ કરી હોળી

Published: Mar 11, 2020, 12:10 IST | Mumbai

કુણાલ ખેમુએ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળીને સેલિબ્રેટ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ બાર વર્ષ બાદ તેણે ફરી સેલિબ્રેટ કરી છે.

આ તસવીર સોહા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી.
આ તસવીર સોહા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી.

કુણાલ ખેમુએ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળીને સેલિબ્રેટ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ બાર વર્ષ બાદ તેણે ફરી સેલિબ્રેટ કરી છે. ગઈ કાલે હોળી હોવાથી તેણે તેની દીકરી ઇનાયા સાથે એને સેલિબ્રેટ કરી હતી. કુણાલ સાથે આ સેલિબ્રેશનમાં તેની પત્ની સોહા અલી ખાન પણ હાજર હતી.

 
 
 
View this post on Instagram

Happy holi ! A time to forgive even if you can’t forget ... a time to spread happiness and love 💕 #happyholi @khemster2

A post shared by Soha (@sakpataudi) onMar 10, 2020 at 1:06am PDT

ઇનાયા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે લખ્યું હતું કે ‘હું તમામ બાળકોનો આભાર માનું છું જેમણે ફરી મને એક બાળકની જેમ ફીલ કરાવી ખુશી અને કલર્સથી મારું જીવન ભરી દીધું છે. હું છેલ્લાં બાર વર્ષથી હોળી નહોતો રમ્યો અને હું એવું જ માનતો હતો કે હું ફરી ક્યારેય નહીં રમું. જોકે આ માટે ઇનાયાને ક્રેડિટ આપવી રહી, કારણ કે તેના ફ્રેન્ડની હોળી પાર્ટીમાં હું હાજરી આપવા ગયો હતો અને હું પણ તેમની સાથે હોળી રમ્યો હતો. જોકે મને ખૂબ જ મજા આવી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK