આ કારણથી અચાનક અમદાવાદ પહોંચી ગઈ Kriti Sanon, મુકાઈ મુશ્કેલીમાં

અમદાવાદ | Jul 02, 2019, 17:08 IST

બોલીવુડની એક્ટ્રેસ ક્રિતી સેનન મંગળવારે અચાનક જ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. ક્રિતી સેનને જવાનું તો મુંબઈ હતું પરંતુ તે અચાનક જ અમદાવાદ પહોંચી ગઈ.

બોલીવુડની એક્ટ્રેસ ક્રિતી સેનન મંગળવારે અચાનક જ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. ક્રિતી સેનને જવાનું તો મુંબઈ હતું પરંતુ તે અચાનક જ અમદાવાદ પહોંચી ગઈ. અને અચાનક અમદાવાદ પહોંચવાના કારણે ક્રિતી સેનન મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ઘટના એવી છે કે ક્રિતી સેનન દિલ્હીમાં એક મેગેઝિનના શૂટિંગમાં વ્યસ્ત હતી, અને મોડી રાત્રે જ મુંબઈ પાછી ફરવાની હતી. પરંતુ મુંબઈમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ક્રિતી સેનની ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી.

 

આ કારણે પહોંચી અમદાવાદ

પરિણામે ક્રિતી સેનને મુંબઈના બદલે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવું પડ્યું. જો કે ક્રિતી સેનની મુશ્કેલી ત્યારે વધી ગઈ, જ્યારે તેમને 4 કલાક સુધી ફ્લાઈટમાં જ બેસી રહેવું પડ્યું. આ આખીય ઘટના દરમિયાન ક્રિતી સેનને કોઈ જ કારણ વગર 4 કલાક સુધી ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું હતું.

ચાર કલાક બેસી રહી ફ્લાઈટમાં

બાદમાં કૃતિ સેનને ફ્લાઈટમાંથી અમદાવાદની એક હોટેલમાં અકોમોડેશન આપવામાં આવ્યું. જ્યારે તે એરપોર્ટ પરથી નીકળી રહી હતી ત્યારે ટોઈલેટની બહાર કેટલાક ફેન્સ તેને ઘેરી વળ્યા હતા. ફેન્સે સેલ્ફી લેવા માટે કૃતિ સેનની આસપાસ લાઈન લગાવી હતી.

 
 
 
View this post on Instagram

22Million love makes me blush like this😌☺️.. 💚💚 Lots of love back to you all!❤️😘 #22MillionOnInsta

A post shared by Kriti (@kritisanon) onJun 17, 2019 at 8:53am PDT

આ ફિલ્મમાં દેખાશે ક્રિતી સેનન

વર્ક ફ્રંટની વાત કરીએ તો ક્રિતી સેનન હવે અપકમિંગ ફિલ્મ પાનીપતમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સામે અર્જુન કપૂર અને સંજય દત્ત છે. છેલ્લે ક્રિતી સેનનની કાર્તિક આર્યન સાથેની ફિલ્મ લુકા છુપી રિલીઝ થઈ હતી, જે હિટ રહી હતી.

 
 
 
View this post on Instagram

She won’t be that song You dance to.. She’s that lyric You can’t get out of your head.♥️ - J.Col. 📸 @hellomagindia

A post shared by Kriti (@kritisanon) onJun 6, 2019 at 4:03am PDT

આ પણ વાંચોઃ ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

મુંબઈમાં આફતનો વરસાદ

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વરસાદ મુસીબત બની રહ્યો છે. લાખો લોકો વરસાદને કારણે અસરગ્રસ્ત છે. મુંબઈ એરપોર્ટ પર પણ પાણી ભરાવાને કારણે સંખ્યાબંધ ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK