Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ કંગનાને હવે બકવાસ લાગે છે ક્વીનની સ્ક્રિપ્ટ ?

કેમ કંગનાને હવે બકવાસ લાગે છે ક્વીનની સ્ક્રિપ્ટ ?

18 February, 2019 10:30 AM IST |

કેમ કંગનાને હવે બકવાસ લાગે છે ક્વીનની સ્ક્રિપ્ટ ?

ફિલ્મ ક્વીનનું દ્રશ્ય

ફિલ્મ ક્વીનનું દ્રશ્ય


જે ફિલ્મથી બૉલીવુડની ક્વીન બની હતી એ ફિલ્મની ãસ્ક્રપ્ટ કંગના રનોટને હવે બકવાસ લાગી રહી છે. ‘ક્વીન’ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ નિંદા કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘માત્ર મને જ નહીં, જે પણ કલાકારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી તેમણે એને બકવાસ જણાવી હતી. ‘ક્વીન’ બધા માટે પાર્ટી હતી. ડિરેક્ટર તો મોટા પ્રોડ્યુસર હતા. તેમણે મને કહ્યું હતું કે કંગના, વધુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. આ ખૂબ જ મજેદાર બનશે. તેઓ એટલા મોટા પ્રોડ્યુસર હતા કે તેમની ઓળખ જ તેમનું પ્રોડક્શન હતું. આ ફિલ્મ ખૂબ જ સારી પુરવાર થઈ ગઈ.

આ પણ વાંચોઃ પુલવામાના હુમલા બાદ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી કૅન્સલ કરી કંગનાએ



સ્થિતિ બગડી પણ શકી હોત, પરંતુ ડિરેક્ટર દરેક વસ્તુ માટે તૈયાર હતા. એ એક નાના બજેટની ફિલ્મ હતી. વધુ કંઈ ખાસ એમાં દાવ પર લગાવવામાં નહોતું આવ્યું. મારી પાસે પણ ગુમાવવા જેવુ કંઈ નહોતું. મારી કરીઅર પણ કંઈ ખાસ જામી નહોતી.’


 


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 10:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK