ઉંગલીના પ્રમોશનમાં કેમ નથી દેખાતી કંગના રનોટ?
ADVERTISEMENT
તેની આ વ્યસ્તતા ‘ઉંગલી’ની ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે. વાત એમ છે કે ૨૮ નવેમ્બરે કરણ જોહરની ફિલ્મ ‘ઉંગલી’ રિલીઝ થઈ રહી છે અને આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે કંગના ‘ઉંગલી’ના પ્રમોશન માટે સમય ફાળવી નથી રહી. જોકે ફિલ્મના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂરને લઈને એક આઇટમ-સૉન્ગ શૂટ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ઇમરાન હાશ્મી અને શ્રદ્ધા કપૂર પ્રમોશનની જવાબદારી સંભાળી રહ્યાં છે. નજીકના સમયમાં કંગના ‘ઉંગલી’ના પ્રમોશન માટે સમય ફાળવશે એવું પણ સાંભળવા મળ્યું છે.