Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ માટે હાથ અને પગ પર મૂકેલી મેંદીથી કંગના મુશ્કેલીમાં

શૂટિંગ માટે હાથ અને પગ પર મૂકેલી મેંદીથી કંગના મુશ્કેલીમાં

05 August, 2012 04:47 AM IST |

શૂટિંગ માટે હાથ અને પગ પર મૂકેલી મેંદીથી કંગના મુશ્કેલીમાં

શૂટિંગ માટે હાથ અને પગ પર મૂકેલી મેંદીથી કંગના મુશ્કેલીમાં


kangana-mehndiકંગના રનૌત એક અજબ મુસીબતમાં ફસાઈ ગઈ હોવાની માહિતી મળી છે. કંગના ડિરેક્ટર વિકાસ બહલની ‘ક્વીન’માં, હૃતિક રોશન સાથે ‘ક્રિશ ૩’માં અને ડિરેક્ટર સંજય ગુપ્તાની ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં એમ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી રહી છે. હાલમાં કંગના ‘ક્વીન’ના શૂટિંગ માટે પૅરિસ ગઈ છે. અહીં એક સીક્વન્સ માટે હાથ અને પગ પર મેંદી મૂકવી પડી છે. હવે કંગનાની મુશ્કેલી એ છે કે તે આ મેંદીની ડિઝાઇનવાળા હાથ અને પગ સાથે બાકીની બે ફિલ્મોમાં કામ નહીં કરી શકે અને એટલે એને યેનકેન પ્રકારે સંતાડવી પડશે.

આ મુદ્દે વાત કરતાં કંગનાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘હાલમાં કંગના ‘ક્વીન’ના શૂટિંગ માટે પૅરિસ ગઈ છે, પણ તેણે ટૂંક સમયમાં ‘ક્રિશ ૩’ અને ‘શૂટઆઉટ ઍટ વડાલા’ના શૂટિંગ માટે મુંબઈ આવવું પડશે અને પછી તે પાછી પૅરિસ જતી રહેશે. ‘ક્વીન’માં કંગના લગ્નની સીક્વન્સમાં કામ કરી રહી હોવાને કારણે તેના માટે મેંદી ફરજિયાત છે, પણ ‘ક્રિશ ૩’ અને ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં મેંદીવાળા હાથ અને પગ ચાલે એમ ન હોવાને કારણે તેણે કોઈ ઉપાય તો શોધવો જ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2012 04:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK