ઇટ હેપન્ડ ઇન કલકત્તાના કોસ્ચ્યુમ માટે સૌથી વધારે સમય શું કામ લાગ્યો?

Published: Feb 13, 2020, 14:07 IST | Mumbai

કારણ છે ૧૯૬૦નો સમયગાળો. એ સમયની ફિલ્મો સિવાય રીચર્સ દરમ્યાન બીજું કશું અવૅલેબલ નહોતું એટલે એક ટીમે કલકત્તામાં ફરીને એ સમયના યંગસ્ટર્સના જૂના ફોટોગ્રાફ્સ એકત્રિત કરીને કોસ્ચ્યુમ તૈયાર કર્યા છે

એક્તા કપૂરના ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ થનારી વેબ સિરીઝ ‘ઇટ હેપન્ડ ઇન કલકત્તા’ના શૂટિંગમાં જેટલો સમય લાગ્યો એના કરતાં પણ વધારે સમય આ વેબ સિરીઝના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવામાં લાગ્યો છે, જેની પાછળનું કારણ સિરીઝનો સમયગાળો છે. સાંઇઠના દશકની વાત કહેતી આ વેબ સિરીઝમાં કલાકારોને કેવા કોસ્ચ્યુમ આપવા એની માટે ભારોભાર રીસર્ચ કરવામાં આવ્યું છે. ૧૯૬૦ના દશકાની હિન્દી ફિલ્મો સિવાય ખાસ કંઈ અવૅલેબલ નહીં હોવાને લીધે પ્રોડકશન હાઉસની એક ટીમ ખાસ કલકત્તા ગઈ હતી અને ત્યાં રોકાઈને તેમણે એ સમયના યંગસ્ટર્સ જે આજે સ્વભાવિક રીતે વયોવૃદ્ધ હોય એમને મળીને તેમની પાસેથી જૂના ફોટોગ્રાફ્સ એકત્રિત કરીને કોસ્ચ્યુમની ડિઝાઇન તૈયાર કરી, જેમાં પુષ્કળ સમય ગયો. એ સમયના કોસ્ચ્યુમની પેટર્ન જ નહીં પણ એ સમયે કેવું ફ્રેબિક્સ પહેરાતું હતું એ પણ આ રીચર્સ દરમ્યાન શોધવામાં આવ્યું હતું. મલમલ, બોસ્કી સિલ્ક અને કોડ્રોઇનું ત્યારે ચલણ હતું એટલે મેલ આર્ટિસ્ટ માટે એવા કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા તો મહિલાઓમાં એ સમયે ઢાકાની મલમલની સાડી અને કોટન સાડીની ડિમાન્ડ હતી એટલે ખાસ ઢાકાથી એ મટિરિયલ મંગાવવામાં આવ્યું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK