હીરો સિક્સ-પૅક જ શું કામ?

Published: 22nd January, 2021 17:07 IST | Rashmin Shah | Rajkot

આવા પ્રશ્ન સાથે ‘અય મેરે હમસફર’માં વેદ કોઠારીનું કૅરૅક્ટર કરતા નમિષ તનેજા એવા રોલ કરવાનું ટાળે છે

હીરો સિક્સ-પૅક જ શું કામ?
હીરો સિક્સ-પૅક જ શું કામ?

દંગલ ચૅનલની સુપરહિટ ડેઇલી સોપ ‘અય મેરે હમસફર’માં વેદ કોઠારીનું લીડ કૅરૅક્ટર કરતા નમિષ તનેજાને એક પ્રશ્નનો જવાબ ક્યાંય નથી મળતો. પ્રશ્ન છે, હીરો શું કામ હંમેશાં સિક્સ-પૅક જ હોય? નમિષ કહે છે, ‘આ બહુ ખોટો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. તમારો હીરો સોસાયટીમાંથી બહાર આવેલો એટલે કે નેક્સ્ટ ડોર પર્સન જેવો હોવો જોઈએ, જેને જોઈને તમને કોઈ પણ સામાન્ય છોકરો યાદ આવી જાય, પણ આપણે ત્યાં મોટા ભાગના હીરો સિક્સ-પૅક જ હોય અને બ્રૅન્ડેડ કપડાંમાં જ ફરતા હોય છે. મોટા ભાગે ડેઇલી સોપના હીરો પણ અબજોપતિના દીકરા જ દેખાડવામાં આવે અને એ મોંઘીદાટ કાર જ વાપરતા હોય. આ બધું સપના જેવું છે, રિયલ લાઇફમાં એવું નથી હોતું.’
નમિષના મનમાં ચાલતા આ તર્કને લઈને જ તે છેલ્લાં બે વર્ષથી આ પ્રકારનું કોઈ પણ હીરોનું કૅરૅક્ટર આવે તો રિજેક્ટ કરી દે છે. નમિષ કહે છે, ‘ડેઇલી સોપ જોનારો જે વર્ગ છે એને ધ્યાનમાં રાખવા એ મેકર્સની ફરજ પણ છે.’
નમિષની વાત ખોટી પણ નથીને.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK