જાણો કોણ છે સપના ચૌધરીના પતિ વીર સાહુ, જેની સાથે કરી લીધા ગુપચુપ લગ્ન

Published: 7th October, 2020 18:33 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સપનાનાં લાખો ચાહકોને તેના લગ્ન વિશે કંઇ ખબર જ નહોતી. આથી ચાહકોના મનમાં તેના લગ્નને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

સપના ચૌધરી
સપના ચૌધરી

જાણીતી હરિયાણવી ગાયિકા અને ડાન્સર સપના ચૌધરી (Sapna Chaudhary)ના મા બનવાના સમાચાર આવ્યા તો બધાં ચાહકો ચોંકી ગયા છે. સપનાના લાખો ચાહકોને તેના લગ્ન વિશે કંઇ ખબર જ નહોતી. જો કે, સપનાનાં ઘરે નાનકડા મેહમાનનું આગમન થઈ ગયું છે. મા અને દીકરો બન્ને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જ્યારે પ્રશંસકોએ સવાલ પૂછવાનું શરૂ કરી દીધું તો સપનાનાં પતિ વીર સાહૂને સામે આવવું પડ્યું. આ પહેલા ખૂબ જ ઓછા લોકો જાણે છે. તેમણે ફેસબૂક પર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. વીર સાહૂએ વીડિયોમાં કહ્યું કે કોઇકની પર્સનલ લાઇફમાં હસ્તક્ષેપ કરવું કેટલું યોગ્ય છે? અમે પોતાની ઇચ્છાથી લગ્ન કર્યા છે, આનાથી લોકોને કંઇ વાંધો છે.

સપના અને વીરના સંબંધોની થતી ચર્ચા
સપના અને વીર વચ્ચે પહેલા પણ સંબંધોની ચર્ચા થતી રહી છે, પણ આ વાતની પુષ્ઠિ બન્નેમાંથી કોઇએ પણ કરી નહોતી. આથી ચાહકોના મનમાં વીર સાહૂને લઇને કેટલાય પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. તે જાણવા માગે છે કે આ વીર સાહૂ કોણ છે અને શું કરે છે. જો કે, લૉકડાઉનને કારણે બધાં પોતાના ઘરમાં કેદ હતા. સપના પણ કોઇ સાર્વજનિક મંચ પર દેખાઇ નથી. જો કે, કેટલાક સમય પહેલા તેણે સોશિયલ મીડિયા પર ખેડૂતોના સમર્થનમાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે સરકાર અને મીડિયાને ખેડૂતોના મુદ્દે ધ્યાન આપવા માટે કહી રહી હતી. આ દરમિયાન કોઇને અંદાજો પણ નહોતો કે સપના ચૌધરી મા બનવાની છે.

માએ જણાવ્યું ગુપચુપ લગ્ન કરવાનું કારણ
સપના ચૌધરીની મા નીલમે પોતાની દીકરીના લગ્નની માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં સપના ચૌધરી અને વીર સાહૂએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. વીર સાહૂના ફૂવાનું નિધન થઈ ગયું હતું, આ કારણે લગ્ન પછી કોઇ કાર્યક્રમ નથી કર્યું. આ પહેલા મીડિયામાં ચર્ચાઓ હતી કે સપના ચૌધરીએ પોતાના બૉયફ્રેન્ડ વીર સાહૂ સાથે સગાઇ કરી લીધી છે. કહેવામાં આવે છે કે બન્ને લગબગ ચાર વર્ષથી રિલેશનશિપમાં હતી.

કોણ છે વીર સાહૂ
વીર સાહૂ (Veer Sahu) એક ગાયક, સંગીતકાર, ગીતકાર અને હરિયાણવી અભિનેતા છે. તે બબ્બૂ માનના નામે લોકપ્રિય છે. વીર સ્કૂલ અને કૉલેજમાં સ્ટડી દરમિયાન પ્રતિભાશાલી રહ્યા છે. તેમને સંગીતનો ખૂબ જ શોખ હતો. સંગીત માટે તેમણે એમબીબીએસની સ્ટડી અડધે જ છોડી દીધી હતી. વર્ષ 2016માં આવેલા તેના અમુક મ્યૂઝિક વીડિયો 'ઠાડી બૉડી'એ તેમની કિસ્મત બદલાવી દીધી અને તે ખૂબ જ લોકપ્રિય થયા. ત્યાર બાદ 2017માં આવેલી 'રસૂખ આલા જાટ' અને 'આહ ચક'એ તો વીરને લોકો વચ્ચે લોકપ્રિય બનાવી દીધો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK