Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુરબાન હુઆના સેટ પર કેમ ઇમોશનલ થઈને ડૅડીને ફોન કર્યો પ્રતિભા રાન્તાએ?

કુરબાન હુઆના સેટ પર કેમ ઇમોશનલ થઈને ડૅડીને ફોન કર્યો પ્રતિભા રાન્તાએ?

04 April, 2020 03:24 PM IST | Mumbai Desk

કુરબાન હુઆના સેટ પર કેમ ઇમોશનલ થઈને ડૅડીને ફોન કર્યો પ્રતિભા રાન્તાએ?

પ્રતિભા રાન્તા

પ્રતિભા રાન્તા


ઝી ટીવી પર આવતા ‘કુરબાન હુઆ’ના સેટ પર પ્રતિભા રાન્તા અચાનક ઇમોશનલ થતાં તેણે તેના ડૅડીને ફોન કર્યો હતો. શોમાં પ્રતિભા ચાહતનો રોલ ભજવી રહી છે. તેની સાથે કરણ જોટવાણી નીલના રોલમાં છે. બન્ને સતત લડતાં રહે છે. નીલ હંમેશાં ચાહતને બચાવતો પણ જોવા મળે છે. તાજેતરમાં જ નીલ ૧૫ વર્ષ બાદ માત્ર ચાહત માટે વ્યાસજીના પગે લાગ્યો હતો. નીલની આ હરકતથી ચાહત નિરાંતનો શ્વાસ લે છે. જોકે નીલના મનમાં તો કંઈક અલગ જ ખતરનાક પ્લાન ચાલી રહ્યો છે. તે ચાહત અને તેના ડૅડીને અપમાનિત કરવાની કોઈ તક જવા નથી દેતો. તે એ બન્નેને ભરી બજારમાં અપમાનિત કરે છે. એ સીક્વન્સને કારણે પ્રતિભા એટલી તો ભાવુક બની જાય છે કે તે તેના ડૅડીને યાદ કરે છે. એ સીક્વન્સ પૂરી કરીને તેણે તરત તેના ડૅડીને કૉલ કર્યો હતો. એ વિશે પ્રતિભાએ કહ્યું હતું કે ‘માર્કેટના એ ડ્રામેટિક સીને ખરેખર મને ઉદાસ કરી હતી. હું ચાહતની લાગણીઓને સમજી શકું છું. હું મારી જાતને એ સ્થિતિમાં રાખીને વિચારું છું કે જો મારા ડૅડીને અપમાનિત કરવામાં આવે અને તેમની મજાક કરવામાં આવે તો? એ વિચારમાત્રથી જ હું ઇમોશનલ થઈ ગઈ હતી અને મેં તેમને તરત કૉલ કર્યો હતો. હું તેમની સાથે વાત કરવા માગતી હતી. હું હાલમાં મારા પેરન્ટ્સ સાથે નથી રહેતી, તેઓ શિમલામાં રહે છે. હું તેમની સાથે સતત વાત કરું છું. જોકે એ દિવસે હું મારા ડૅડીને ખૂબ મિસ કરી રહી હતી. પહેલી વખત મને એમ લાગ્યું કે તેઓ મારાથી ખૂબ દૂર છે. તેમણે મને ફોન પર જ શાંત પાડી હતી. સાથે જ હું ઇમોશનલ થઈ એને લઈને તેમણે મારી મજાક પણ ઉડાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 03:24 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK