કામસૂત્રની બધી જ પ્રિન્ટ શું કામ સળગાવી દેવી હતી મીરા નાયરને?

Published: 22nd November, 2020 20:06 IST | Mayank Shekhar | Mumbai

આ ઉપરાંત મિત્રોની સાથે તેમણે કઈ-કઈ ફિલ્મો માટે ના પાડી હતી જેવી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો તેમની સાથે થઈ, ચાલો એના અંશો જોઈએ...

કામસૂત્રની બધી જ  પ્રિન્ટ શું કામ સળગાવી દેવી હતી મીરા નાયરને?
કામસૂત્રની બધી જ પ્રિન્ટ શું કામ સળગાવી દેવી હતી મીરા નાયરને?

ઓડિશામાં જન્મેલાં અમેરિકન ફિલ્મમેકર મીરા નાયરની મુસાફરી પર તમે એક નજર કરો તો તમને એ ખૂબ અદ્ભુત લાગશે. ૧૯૭૦ના દાયકામાં તેઓ જ્યારે હાર્વર્ડમાં અન્ડર-ગ્રૅજ્યુએશન માટે ગયાં હતાં ત્યારે સૌથી પહેલાં તેઓ બૉમ્બેનાં કોર્સ-મૅટ સૂની તારાપોરવાલા સાથે એ યુનિવર્સિટીમાં બીજા કયા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે એ શોધવા ગયાં હતાં.
એ સમયે ફક્ત બે જ વ્યક્તિ ફિલ્મની સ્ટડી કરી રહી હતી, જેમાંથી એક જેન્ટલમૅન આનંદ મહિન્દ્ર હતા. તેઓ એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ છે, જેમની સરનેમ ઑટોમોબાઇલમાં ખૂબ જ મોટું નામ છે. આ વિશે મીરા નાયરે કહ્યું કે ‘આનંદ ખૂબ જ ટૅલન્ટેડ ફિલ્મમેકર હતો. તે હજી પણ અંદરથી એક આર્ટિસ્ટ છે. તેણે ખૂબ જ સુંદર થિસિસ ફિલ્મ બનાવી હતી અને ત્યાર બાદ હોલી મૅન અપ અ માઉન્ટેન.’
સ્ક્રીનરાઇટર સૂની અને મીરા ત્યાર બાદ ખૂબ જ સારાં ફ્રેન્ડ બની ગયાં હતાં. ત્યાર બાદ તેમણે ૧૯૮૮માં ‘સલામ બૉમ્બે’, ૧૯૯૧માં ‘મિસિસિપી મસાલા’ અને ૨૦૦૬માં ‘નેમસેક’માં સાથે કામ કર્યું હતું. આનંદ પણ એ સમયે ફિલ્મમેકિંગ શીખી રહ્યો હતો, પરંતુ તેણે તેના ફૅમિલી એમ્પાયરને સંભાળ્યું હતું. આ વિશે મીરા નાયરે કહ્યું હતું કે ‘આનંદ એક મોટા ભાઈ જેવો હતો, જે દરેકને સ્ટડી પૂરી થયા બાદ ભારત ફરવા માટે પ્રોત્સાહિત કરતો હતો.’
મીરા નાયર અને શશી થરૂરે પણ સાથે સ્ટડી કરી હતી. જોકે એ સમયનો કૉલેજ-કિડ શશી થરૂર તેમને ગમતો નહોતો. શશી થરૂરનો શબ્દકોશ ખૂબ જ જોરદાર છે અને તેઓ અંગ્રેજીમાં ખૂબ જ મોટા-મોટા શબ્દનો ઉપયોગ કરે છે. શું તેમણે મીરા નાયર પર પણ એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો? ‘અરે, નહીં. નાટકમાં તેને ફક્ત કિસ કરવાનું મને ગમતું નહોતું. એ સમયે તમે જરા પણ શારીરિક રીતે કોઈની નિકટ થાઓ કે લોકો તમારા વિશે ગમે એમ વાત કરવાનું શરૂ કરી દે. એ ખૂબ જ વિચિત્ર હતું. અમે શશીને ખૂબ જ ચીડવતા હતા. તે વિદેશ ગયો નહોતો અને ત્યાં રહ્યો પણ નહોતો છતાં તેની બોલી તેમના જેવી હતી. અમે તેને કહેતા કે તેની મમ્મી જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે ઇંગ્લૅન્ડની ઉપરથી પસાર થઈ હશે એથી તેને થોડી હવા લાગી ગઈ હશે. તે હંમેશાં એને મસ્તીરૂપે લેતો.’
મીરા નાયર હજી પણ ક્રિટિકલી એક્લેઇમ્ડ ફિલ્મમેકર છે. તેમની મોટા ભાગની ફિલ્મો માટે તેમનાં વખાણ કરવામાં આવ્યાં છે. કોઈ ફિલ્મ બાદ તેમને સંતોષ ન થયો હોય તો એ છે ૧૯૯૬માં આવેલી ‘કામસૂત્ર.’ સેલ્ફ-ઇન્ટ્રોસ્પેક્ટ બાદ તેમને આ ફિલ્મ નહોતી ગમી. કોઈ પણ ફિલ્મમેકર માટે જાહેરમાં આ વાત સ્વીકારવી ખૂબ મુશ્કેલ છે અને એ માટે ખૂબ હિંમત પણ જોઈએ. આ વિશે વાત કરતાં મીરા નાયરે કહ્યું, ‘આ ફિલ્મની જેટલી પણ પ્રિન્ટ છે એને હું સળગાવી દેવા ઇચ્છતી હતી. મારો પતિ (મહમૂદ મમદાણી) કેપ ટાઉનની યુનિવર્સિટીમાં આફ્રિકન સ્ટડી ડિપાર્ટમેન્ટનો હેડ છે અને હું તેની સાથે જ્યારે ત્યાં મૂવ થઈ હતી ત્યારે પણ મારી સાથે આ ફિલ્મની એ ફીલિંગ ત્યાં આવી હતી. મારો દીકરો (ઝોહરાન) ૬ વર્ષનો હતો અને હું તેને છોડવા નહોતી માગતી. હું એ સમયે આ બધી વાતોમાંથી પસાર થઈ રહી હતી. મને નહોતી ખબર હું કે કેવી રીતે કામ કરું. ૧૯૯૮માં આવેલી ‘માય આઉન કન્ટ્રી’ને અમે બે મહિનામાં બનાવી હતી, જેને મેં અને સૂનીએ લખી હતી. એ સારો સમય હતો. મારે એ કામ કરતું રહેવાનું હતું. એ સમયે મેં પોતાને એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવતી હોય એવું મહેસૂસ કર્યું. મેં મારા સ્ટેટ મલાઇસેમાં ૨૦૦૧માં આવેલી ‘લાફિંગ ક્લબ ઑફ ઇન્ડિયા’ બનાવી હતી. આ ફિલ્મના શૂટિંગ વખતે વરસાદના દૃશ્યમાં અમે એક જૂની ફિલ્મના ગીતનો ઉપયોગ કર્યો હતો. એ દ્વારા ઑટોમૅટિક જ ૨૦૦૧માં આવેલી ‘મૉન્સૂન વેડિંગ’ની સ્ટાઇલનાં બીજ રોપાયાં હતાં. હું લોકોને એ જ કહું છું કે અનુસરવું પણ ખૂબ મહત્ત્વનું છે.’
મીરાએ સિનેમાના આર્ટ અને ટેક્નિકમાં ટ્રેઇનિંગ લીધી છે અને એ મોટા ભાગે ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકિંગ સાથે જોડાયેલી હોય છે. તેને વાસ્તવિકતા દેખાડવામાં ખૂબ રસ છે. મીરાની ૨૦૦૪માં આવેલી ‘વૅનિટી ફેર’માં તેણે રીસ વિધરસ્પૂન સાથે કામ કર્યું હતું. આ પહેલાં તેણે હૉલીવુડના ટોચના સ્ટાર ડેન્ઝલ વૉશિંગ્ટન સાથે ૧૯૯૧માં આવેલી ‘મિસિસિપી મસાલા’માં કામ કર્યું હતું. ૧૯૮૮માં આવેલી તેની ‘સલામ બૉમ્બે’ ઑસ્કર માટે નૉમિનેટ થઈ હતી. મીરા માટે વાસ્તવિકતા દેખાડવા માટે બૉમ્બે પહેલી પસંદગી હતી. મલબાર હિલમાં તેની ‘લાફિંગ ક્લબ ઑફ ઇન્ડિયા’ બેઝ્‍ડ હતી. આ સાથે જ તે બે ડૉક્યુમેન્ટરી ૧૯૮૭માં આવેલી ‘ચિલ્ડ્રન ઑફ ડિઝાયર્ડ સેક્સ’ અને ૧૯૮૫માં આવેલી ‘ઇન્ડિયા કેબરે’નો સમાવેશ છે. ‘ઇન્ડિયા કેબરે’માં બે સ્ટ્રિપ-ક્લબ ડાન્સર્સની લાઇફ વિશે વાત કરવામાં આવી હતી. બૉમ્બેમાં ડાન્સ-બાર જાણીતી વસ્તુ બને એ પહેલાં અને એના પર બૅન લાગે એ પહેલાં મીરાએ આ ફિલ્મ બનાવી હતી. મેં હાલમાં આ ફિલ્મને યુટ્યુબ પર જોઈ હતી. કેટલાંક સારાં, પરંતુ એકદમ બ્રુટલ દૃશ્યો હજી પણ મારા દિમાગમાં છે. ‘સલામ બૉમ્બે’માં પણ કેટલાંક આવાં દૃશ્યો છે. આ વિશે મીરાએ કહ્યું હતું, ‘આ એક સુંદર બૉમ્બે નહોતું એ નક્કી છે. ડુક્કર કાદવમાં હોય છે અને મહિલાઓ સાથે પુરુષો કેવું વર્તન કરે છે એ બધું જ એમાં હતું. આ પ્રકારના ફિલ્મમેકિંગમાં તમને હૉલિડે જેવું કાંઈ નથી મળતું. તમારી આસપાસ શું થાય છે એ એમાં દેખાડવામાં આવે છે. હું એ સમયે મારા જૂના મિત્ર શેખર કપૂરને મળવા જતી હતી, પરંતુ મને તેની જુહુની લાઇફ સમજમાં નહોતી આવતી. એ લાઇફ બાદ હું ઍન્ટૉપ હિલમાં મોટા ભાગે રહેતી હતી. હું નેપિયન સી રોડ પર આવેલી હૅન્ડલૂમ શૉપ કસાબમાં જતી હતી અને ત્યાં મારા દિમાગની શાંતિ માટે કલાકો સુધી બેસી રહેતી હતી. બૉમ્બેમાં લોકો મને ન્યુ યૉર્ક બેઝ ફિલ્મમેકર કહે છે, પરંતુ તેમને તેમના નાકની નીચે ‘સલામ બૉમ્બે’ નહોતી દેખાઈ. એ સ્ટોરી આપણી આસપાસ જ હતી, પરંતુ આપણે હંમેશાં એવી જ વસ્તુમાં રહીએ ત્યારે આપણને એ નથી દેખાતી.’
‘સલામ બૉમ્બે’ની જેમ તેમની ‘મૉન્સૂન વેડિંગ’ પણ ખૂબ જ ફેમસ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં નવોદિત ઍક્ટર વિજય રાજથી તેઓ ખૂબ ઇમ્પ્રેસ થયાં હતાં. આ વિશે વાત કરતાં મીરા નાયરે કહ્યું કે ‘તે સ્ટેશન પરથી ચર્ચગેટમાં આવેલા ઉમાના ઘરે ચાલતો આવ્યો હતો. મને નથી ખબર કે મને તેનું નામ પણ કેવી રીતે યાદ રહી ગયું હતું. પરેશ રાવલને હું ખૂબ જ એડ્માયર કરું છું અને તેમણે મને પી. કે. દુબેના પાત્ર માટે સંપર્ક કર્યો હતો. દિલ્હીમાં અમારી વર્કશૉપ હતું, પરંતુ પરેશ રાવલ જોડાઈ નહોતા શક્યા. એથી મારે તિલત્તમા (અલાઇસ)ને બૉમ્બે લઈ જવી પડી હતી જેથી તે પરેશ સાથે રિહર્સલ કરી શકે. નસીરભાઈ (નસીરુદ્દીન શાહ)એ તેમના ઘરની ઉપરની જગ્યા અમને રિહર્સલ કરવા માટે આપી હતી. દરવાજો ખૂલ્યો અને મારી નજર સામેની વસ્તુ મારા માનવામાં નહોતી આવી રહી. પરેશ રાવલનું વજન ૩૦થી ૪૦ પાઉન્ડ (૧૩થી ૧૮ કિલો) વધી ગયું હતું. તે અલાઇસના પિતા લાગી રહ્યા હતા, જ્યારે ફિલ્મમાં અલાઇસ સાથે તેમની ટેન્ટવાલાવાળી લવ-સ્ટોરી હતી. તેમણે મને કહ્યું કે તેઓ વજન ઘટાડી દેશે, પરંતુ અમે ચાર દિવસની અંદર જ શૂટિંગ શરૂ કરવાનાં હતાં. એ સમયે મને વાળ વગરની વ્યક્તિ, લાંબા કાન અને દુનિયામાં સૌથી મોટા મોઢાવાળો માણસ વિજય રાજ યાદ આવ્યો હતો અને મેં તેને કૉલ કર્યો હતો. મેં તેનું ઑડિશન નહોતું લીધુ, પરંતુ મને તેનો લુક ગમ્યો હતો.’ (આ રોલ માટે વિજય રાજને પસંદ કરવામાં આવતાં તેનો સ્ક્રીન ટાઇમ વધારવામાં આવ્યો હતો. ફિલ્મના સેટ પર મહિલા સાથે છેડતી કરવાના કારણસર મહિલાએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના મૂકેલા આરોપના એક દિવસ પહેલાં ‘મિડ-ડે’ની મીરા નાયર સાથે વાતચીત થઈ હતી.)
મીરાની ફિલ્મો અદ્ભુત હોવા છતાં બૉલીવુડની એક પણ વ્યક્તિએ મીરા સાથે કોઈ પ્રોજેક્ટ બનાવવાનું વિચાર્યું નહોતું એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. આ વિશે વાત કરતાં મીરાએ કહ્યું હતું કે ‘હું એ વિશે વિચારી પણ નથી રહી અને મારે એવું કોઈ કામ પણ નથી કરવું. જોકે મારી ઘણા લોકો સાથે સારી ફ્રેન્ડશિપ છે. યશ જોહર અને હું ખૂબ જ ક્લોઝ હતાં. ૧૯૯૦-’૯૧માં આવેલી મારી વૉર્નર્સ બ્રધર્સ સાથે ‘બુદ્ધા’માં તેઓ મારા પ્રોડક્શન-મૅનેજર હતા. અમે શૂટિંગની જગ્યા નક્કી કરવા માટે આખો દેશ સાથે ફર્યાં હતાં. હું ખરેખર આદિત્ય ચોપડાના દિમાગની રિસ્પેક્ટ કરું છું. અમે તેની સાથે એક આઇડિયા વિશે ચર્ચા કરી હતી. એ પ્રોજેક્ટ મારા માટે નહોતો, પરંતુ અમે સાથે એના પર કામ કરવાનાં હતાં. જોકે એ શક્ય નહોતું બન્યું. મને લાગે છે કે તેઓ યોગ્ય વિચારધારા ધરાવે છે કે હું મારી પોતાની ફિલ્મો બનાવું.’
‘ધ નેમશેક’ને કારણે હૅરી પૉટર સિરીઝની ચોથી ફિલ્મને ડિરેક્ટ કરવાની મીરાએ ના પાડી હતી. તેણે ‘ડેવિલ વિયર્સ પ્રાડા’ને ડિરેક્ટ કરવાની પણ ના પાડી હતી. આ વિશે વાત કરતાં મીરાએ કહ્યું હતું કે ‘હું શૂન્યવાદમાં માનનાર વ્યક્તિ છું. થોડા દિવસ પહેલાં જ મેં ખૂબ જ મોટા પ્રોજેક્ટને ના પાડી દીધી હતી અને ત્યારે જ હું ખાડામાં પડી હતી.’ (તેમના મૅનહટનના અપાર્ટમેન્ટમાંથી તેમના ખભાના દુખાવાને સહન કરતાં તેમણે આમ કહ્યું હતું.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK