જાણો કેમ ભડકી બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ, ટ્વિટર પર નીકળ્યો ગુસ્સો

Published: Jul 02, 2020, 18:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ બિગ-બૉસ 13 કન્ટેસ્ટન્ટ એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ એક ટ્વિટ કર્યું છે, જે જોઈને લોકો હેરાન થઈ ગયા છે.

હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ
હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ

ટીવી પરનો સૌથી ચર્ચિત અને વાદ-વિવાદથી ભરેલો શૉ બિગ-બોસ એક સમયે લોકોની પહેલી પસંદ બની ગયો હતો. અને આજે પણ દર્શકો એના આગલા સીઝનની રાહ જોઈ રહ્યા છે. હવે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે સુપર સ્ટાર સલમાન ખાન જલ્દી જ શૉ બિગ-બૉસ 14 લઈને આવી રહ્યા છે. ટીઆરપીના મામલામાં સૌથી આગળ પડતો શૉનો ફેબ્રુઆરીમાં જ બિગ-બૉસ 13 સીઝનનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો.

હાલ બિગ-બસ 13ના કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની જોડી સતત ચર્ચાનો વિષય બની જાય છે. હકીકતમાં આસિમ રિયાઝે બિગ-બૉસ 13માં જ હિમાંશીને પ્રપ્રોઝ કર્યો હતો. જોકે હિમાંશીએ બિગ-બૉસ હાઉસથી બહાર જઈને આસિમને એનો જવાબ આપ્યો હતો. ત્યારે હાલમાં જ એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ એક ટ્વિટ કર્યું છે, જે જોઈને લોકો હેરાન થઈ ગયા છે. આ ટ્વિટમાં હિમાંશીએ આ વાત પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કે એમને હંમેશા 'આસિમ'ની ગર્લફ્રેન્ડ કેમ કહેવામાં આવે છે. હિમાંશીના આ ટ્વિટ પર ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ ટ્વિટ કરતા લખ્યું કે હંમેશા મને આસિમ રિયાઝની ગર્લફ્રેન્ડ કેમ કહેવામાં આવે છે. હિમાંશી ખુરાનાનો બૉયફ્રેન્ડ ક્યારેય આવું કેમ નથી કહેતા? મને ખબર છે આમાં કઈ ખોટું નથી અને મને એના પર ગર્વ છે. પરંતુ સ્ત્રીઓ પણ આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને એમની એક અલગ ઓળખ છે, જે એમના સંઘર્ષનો એક હિસ્સો છે.

આ પણ જુઓ : Bigg Boss 13: જુઓ કેવો રહ્યો બિગ-બૉસમાં આસિમ રિયાઝનો પ્રવાસ

હાલમાં જ હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝનું એક સૉન્ગ ખ્યાલ રખ્યા કર રિલીઝ થયું હતું. આ સૉન્ગમાં બન્નેનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો. ગીત રિલીઝ થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર આ સૉન્ગે ધૂમ મચાવી દીધી હતી. આ ગીતને ગુરિન્દર બાબાએ ડિરેક્ટ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK