દીપિકા પાદુકોણે શું આ કારણથી છોડી રણબીર કપૂરની ફિલ્મ ?

Published: Aug 11, 2019, 17:06 IST | મુંબઈ

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે એક સાથે ફિલ્મ કરતા હોવાના અહેવાલ હતા. પરંતુ બાદમાં ફરી એવા સમાચાર આવ્યા કે ડિરેક્ટર લવ રંજન પર યૌન શોષણના આરોપ લાગ્યા બાદ દીપિકા પાદુકોણે આ ફિલ્મ છોડી દીધી હતી.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે એક સાથે ફિલ્મ કરતા હોવાના અહેવાલ હતા. પરંતુ બાદમાં ફરી એવા સમાચાર આવ્યા કે ડિરેક્ટર લવ રંજન પર યૌન શોષણના આરોપ લાગ્યા બાદ દીપિકા પાદુકોણે આ ફિલ્મ છોડી દીધી હતી. હવે નવા સમાચાર એ છે કે આ ફિલ્મની સ્ટોરી પૂરી ન થવાથી દીપિકાએ ફિલ્મ છોડી દીધી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onJul 27, 2019 at 7:19am PDT

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ડિરેક્ટર લવ રંજન પર એક એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે લવ રંજને તેની સાથે ફિલ્મના ઓડિશન દરમિયાન અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અશ્લીલ હરકત કરવાની વાત કરી હતી. જે બાદ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. લવ રંજને આ મામલે માફી માગીને કહ્યું હતું કે તેમણે આવું નથી કર્યું અને ન તો તેમનો એવો કોઈ ઈરાદો હતો.

 
 
 
View this post on Instagram

#nocaption #justpose @albertaferretti

A post shared by Deepika Padukone (@deepikapadukone) onJul 25, 2019 at 9:32pm PDT

હવે આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ બોમ્બે ટાઈમ્સને આપેલી માહિતી પ્રમાણે ફિલ્મની સ્ટોરી તૈયાર નથી. જેના કારણે ફિલ્મ આગામી વર્ષ સુધી ટળી ગઈ છે. હવે આ ફિલ્મને 2020ના મધ્ય સુધીમાં શરૂ થવાની તૈયારી ચાલી રહી છે. હાલ રણબીર અયાન મુખર્જીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યો છે. તો બીજી તરફ અજય દેવગણ ઐતિહાસિક બાયોપિક તાનાજી ધ અનસંગ હીરો અને ભૂજ પ્રાઈડ ઓફ ઓનરમાં વ્યસ્ત છે.

આ પણ વાંચોઃ Urvashi Radadiya:કાઠિયાવાડની કોયલે ફગાવી હતી હનીસિંહના શૉની ઓફર, જાણો અજાણી વાતો

વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકા હાલ બે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે 'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર આધારિત છે. આ ઉપરાંત તે રણવીરસિંહ સાથે લગ્ન બાદ પહેલી વખત 83માં સ્ક્રીન પર દેખાશે. આ ફિલ્મમાં તે રણવીરસિંહની પત્નીનું પાત્ર ભજવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK