Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ધર્મેશસરે કોના ઑટોગ્રાફ ટીશર્ટ પર લીધા?

ધર્મેશસરે કોના ઑટોગ્રાફ ટીશર્ટ પર લીધા?

10 August, 2020 12:10 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ધર્મેશસરે કોના ઑટોગ્રાફ ટીશર્ટ પર લીધા?

ધર્મેશસરે કોના ઑટોગ્રાફ ટીશર્ટ પર લીધા?

ધર્મેશસરે કોના ઑટોગ્રાફ ટીશર્ટ પર લીધા?


સોની ટીવીના ડાન્સ રિયલિટી શો ‘ઇન્ડિયા’ઝ બેસ્ટ ડાન્સર’માં ૧૧ કન્ટેસ્ટન્ટ પૈકીના એક એવા સિલિગુડીના સુભ્રનીલનો પર્ફોર્મન્સ જોઈને ધર્મેશસર એ સ્તરે પ્રભાવિત થઈ ગયા કે તેઓ ચીફ ગેસ્ટની ચૅર પડતી મૂકીને સ્ટેજ પર પહોંચી ગયા અને સ્ટેજ પર પોતાનું જૅકેટ ઉતારીને તેમણે અંદર પહેરેલા ટીશર્ટ પર સુભ્રનીલના ઑટોગ્રાફ માગ્યા. ધર્મેશસરને આ પર્ફોર્મન્સ જોઈને પોતાની જર્ની યાદ આવી ગઈ હતી. વડોદરાથી ધર્મેશે કરીઅરની શરૂઆત કરી હતી અને એ પછી તે ડાન્સર, કોરિયોગ્રાફર, મેન્ટર અને ચીફ ગેસ્ટ લેવલ પર પહોંચ્યો છે. ધર્મેશસરે કહ્યું કે ‘નાના શહેરમાંથી આવનારાઓ માટે ટીવી બહુ મોટું માધ્યમ બની ગયું છે. ૧૦ વર્ષ પહેલાં અમે લોકો જ્યારે નાના શહેરમાંથી આવ્યા હતા ત્યારે લોકો અમારી સામે જોતા પણ નહીં, સુભ્રનીલ જેવા અનેક ડાન્સર એવા છે જેની સાથે પણ એ જ થઈ રહ્યું હશે, પણ ભવિષ્યના આ બધા સ્ટાર છે.’
ધર્મેશસર હજી હમણાં જ ‘ખતરોં કે ખિલાડી’ના ટૉપ થ્રી કન્ટેસ્ટન્ટ તરીકે ફાઇટ આપીને આવ્યા અને અત્યારે એ જ શોની ઇન્ડિયન સીઝનમાં તેઓ સ્ટન્ટ કરીને સૌકોઈને આફરીન પોકારાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 12:10 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK