સાથ નિભાના સાથિયા ફેમ અનંતને ગુજરાતી કોણે શીખવ્યું?

Published: 28th October, 2020 15:27 IST | Gujarati Correspondent | Rajkot

જવાબ છે, ધર્મપત્ની તન્વીએ. હર્ષ નાગરની વાઇફ વડોદરાના ગુજરાતી ફૅમિલીની દીકરી છે

હર્ષ નાગર
હર્ષ નાગર

સ્ટાર પ્લસની ‘સાથ નિભાના સાથિયા’માં ગુજરાતી મોદીપરિવારની વાત છે અને ગયા અઠવાડિયે શરૂ થયેલી સેકન્ડ સીઝનમાં પણ એ જ મોદીપરિવારની વાતને આગળ વધારવામાં આવી છે. સેકન્ડ સીઝનમાં અનંત અને ગહેનાની લવ-સ્ટોરી દેખાડવામાં આવી છે. અનંત મોદીનું કૅરૅક્ટર હર્ષ નાગર કરે છે. હર્ષ નૉન-ગુજરાતી છે અને સિરિયલ માટે ગુજરાતી આવશ્યક છે, જે શીખવા માટે હર્ષે બીજા કોઈની નહીં, પણ તેની વાઇફ તન્વીની હેલ્પ લીધી અને તન્વીએ જ તેને ગુજરાતી
શીખવ્યું. હર્ષ કહે છે, ‘તન્વી વડોદરાની છે અને ગુજરાતી ફૅમિલીમાંથી જ છે. તન્વી આજે પણ તેની ફૅમિલી સાથે ગુજરાતીમાં જ વાત કરે છે એટલે મને જેકોઈ સ્પેસિફિક ગુજરાતી શબ્દો સમજવા હતા અને નાનાં કહેવાય એવાં ગુજરાતી વાક્યો બોલવાં હતાં એ બધાં માટે તેની પાસે ટ્રેઇનિંગ લીધી.’
તન્વી ગ્રાફિક-ડિઝાઇનર છે અને ૨૦૦૮માં તે મિસ ઇન્ડિયા અર્થ પણ બની હતી. જોકે મૅરેજ પછી તેણે કરીઅર પર ધ્યાન આપવાને બદલે ફૅમિલી પર ધ્યાન આપ્યું.તન્વીએ માત્ર હર્ષને ગુજરાતી ભાષા શીખવવાનું જ નહીં, ગુજરાતી કહેવતો અને ગુજરાતીના જાણીતા તકિયા કલામ શીખવવાનું કામ પણ કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK