‘નાગિન 4’ની બાકીની કાસ્ટમાં કોણ-કોણ છે?

Published: Nov 12, 2019, 13:11 IST | Ahmedabad

૨૦૧૫થી શરૂ થયેલી ‘નાગિન’ની ચોથી સીઝન ૭ ડિસેમ્બરથી ટીવી પર : નિઆ શર્મા મુખ્ય પાત્રમાં

‘નાગિન 4’
‘નાગિન 4’

કલર્સ ટીવી પર આવતી સુપરનૅચરલ ફૅન્ટસી થ્રિલર ડ્રામા સિરિયલ ‘નાગિન’ની ચોથી સીઝન તૈયાર છે અને આ વખતે એમાં બબ્બે નાગિન પોતાનો પ્રકોપ દર્શાવતી દેખાશે. 

એકતા કપૂરના ‘alt બાલાજી’ દ્વારા નિર્મિત ‘નાગિન ૪’માં અભિનેત્રી નિઆ શર્મા મુખ્ય નાગિન તરીકે ફાઇનલ થઈ છે. હવે તેના બાકીના કાસ્ટનાં નામો પણ ધીમે-ધીમ સામે આવી રહ્યાં છે.

ઝી ટીવીના ‘ટશન-એ-ઇશ્ક’માં ટ્વિન્કલ તનેજાનો રોલ કરી ચૂકેલી જાસ્મિન ભસીન તથા રામ મિલાયી જોડી, કુન્ડલિની ભાગ્ય સહિતની સિરિયલો અને બૅન્ડ બાજા બારાત, લવ શગૂન જેવી ફિલ્મો કરી ચૂકેલો મોનિત જોઉરા પણ નિઆ શર્મા સાથે મુખ્ય પાત્રોમાં દેખાવાનાં છે.

આ ઉપરાંત સ્ટાર પ્લસની ‘કુમકુમ’થી ટીવી-કરીઅર શરૂ કરનાર અને બાદમાં ઇતના કરો ના મુઝે પ્યાર અને નામકરણ જેવી સિરિયલો કરી ચૂકેલી બંગાળી અભિનેત્રી સત્યાની ઘોષ અને અપર્ણા કુમાર તથા કુમકુમ ભાગ્ય, શક્તિ, મેરી હાનિકારક બીવી, કસમ, ઇશ્ક શુભાનલ્લાહ સહિતની સિરિયલોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી શીલત જેસવાલની પણ ૭ ડિસેમ્બરે ૮ વાગ્યે રજૂ થનારી નાગિનની ચોથી સીઝનમાં પસંદગી થઈ છે. આ ત્રણેયનાં પાત્રો મહત્ત્વનાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

૨૦૧૫થી શરૂ થયેલી આ સિરીઝ દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આ વખતે એકતા કપૂર એક નહીં, પણ બે નાગિન લઈને આવી રહી છે, જેમાં એક ખરાબ હશે અને એક સારી. જોવાનું એ છે કે નાગિનની આ સીઝન દર્શકોને કેટલી ગમે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK