Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફારાહ ખાન કોની ફૅન છે?

ફારાહ ખાન કોની ફૅન છે?

07 January, 2019 09:46 AM IST |

ફારાહ ખાન કોની ફૅન છે?

ફારાહ ખાન

ફારાહ ખાન


સ્ટાર પ્લસ પર આવતા સુનીલ ગ્રોવરના શો ‘કાનપુરવાલે ખુરાનાઝ’માં વિકી કૌશલ અને યામી ગૌતમ તેમની આગામી ફિલ્મ ‘ઉડી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના પ્રમોશન માટે ગયાં હતાં. વિકીને સરપ્રાઇઝ આપવા માટે તેના પિતા ફાઇટ-માસ્ટર શામ કૌશલ તથા વિકીનો ભાઈ સની કૌશલ પણ હાજર રહ્યા હતા. સની કૌશલ પણ એક ઍક્ટર છે. તેણે અક્ષયકુમાર સાથે ‘ગોલ્ડ’માં કામ કર્યું હતું. આ શોમાં વિકી કૌશલની પ્રશંસા કરતાં ફરાહ ખાને કહ્યું હતું કે ‘હું વિકીના કામની ફૅન છું. તેની દરેક ફિલ્મમાં તેના અદ્ભુત પર્ફોર્મન્સને જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ છું. તેની દરેક ફિલ્મના પાત્ર દ્વારા તેનો સતત વિકાસ દેખાઈ રહ્યો છે. પછી તે ‘લવ પર સ્ક્વેર ફુટ’ હોય, ‘લસ્ટ સ્ટોરીઝ’ હોય કે પછી ‘સંજુ’ કે ‘રાઝી’ હોય. ૨૦૧૮નું વર્ષ વિકી માટે ગેમ-ચેન્જર પુરવાર થયું છે.’

આ પણ વાંચો: ફિલ્મમેકર્સને પૂરો અધિકાર છે કે તેઓ પૉલિટિશ્યન્સની ટીકા કરે : અક્ષય ખન્ના



વિકીના પિતા શામ કૌશલ સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘મેં જેટલા પણ લોકો સાથે કામ કર્યું છે એમાં શામજી ખૂબ જ વિનમþ અને શાંત વ્યક્તિઓમાંના એક છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. તેઓ જ્યારે પણ આસપાસ હોય ત્યારે વાતાવરણ પણ ખુશનુમા બની જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2019 09:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK