અય મેરે હમસફરના સેટ પર મોબાઇલની મનાઈ કોણે કરી?

Published: Sep 14, 2020, 21:18 IST | Mumbai Correspondent | Ahmedabad

ડિરેક્ટર અને પ્રોડક્શન-ટીમે એવો ઑર્ડર કરી દીધો કે હવે જો કોઈ ફ્લોર પર મોબાઇલ લઈને આવશે તો એ જપ્ત કરી લેવામાં આવશે

અય મેરે હમસફરના સેટ પર મોબાઇલની મનાઈ કોણે કરી?
અય મેરે હમસફરના સેટ પર મોબાઇલની મનાઈ કોણે કરી?

મોબાઇલ-સેલ્ફીએ કેવો આતંક ફેલાવ્યો છે એનો અદ્ભુત દાખલો દંગલ ચૅનલના ‘અય મેરે હમસફર’ના સેટ પર હમણાં બન્યો. ‘અય મેરે હમસફર’ના સેટ પર મોબાઇલની મનાઈ કરી દેવામાં આવી છે. હા, સ્ટ્રિક્ટલી મનાઈ. ડિરેક્ટર અને પ્રોડક્શન-ટીમે એવો ઑર્ડર કરી દીધો કે હવે જો કોઈ ફ્લોર પર મોબાઇલ લઈને આવશે તો એ જપ્ત કરી લેવામાં આવશે અને જપ્ત થયેલો મોબાઇલ શૂટ પૂરું થયા પછી જ પાછો આપવામાં આવશે. જો એવું કોઈ ન કરવા માગતું હોય તો એ મોબાઇલ પોતાના મેકઅપ-રૂમ પૂરતો જ સીમિત રાખે.
આવું કરવાનું કારણ છે કલાકારોનું સેલ્ફીનું ઑબ્સેશન. ઍક્ચ્યુઅલી બન્યું એવું કે ‘અય મેરે હમસફર’ના કલાકારો બધા થોડી-થોડી વારે સેલ્ફી માટે મળતા અને સેલ્ફી લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા, જેને લીધે બનતું એવું કે સીનનો જે મૂડ હોય એ મૂડમાં ચેન્જ આવતો અને બધા વચ્ચે વાતાવરણ હંમેશાં હસી-મજાકનું રહેતું. લાંબો સમય આ બધું ચાલ્યું એટલે નાછૂટકે પ્રોડક્શન-હાઉસ અને ડિરેક્શન-ટીમે નિર્ણય લીધો અને સેટ પર મોબાઇલ લઈ આવવાની મનાઈ ફરમાવી દીધી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK