Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ચિપ્સ, ચૉકલેટ, જૂસ અને પીત્ઝા

ચિપ્સ, ચૉકલેટ, જૂસ અને પીત્ઝા

17 August, 2020 08:45 PM IST | Rajkot
Mumbai Correspondent

ચિપ્સ, ચૉકલેટ, જૂસ અને પીત્ઝા

લવ અને કુશ

લવ અને કુશ


આનંદ સાગરની ‘રામાયણ’ જ્યારે ટીઆરપી મશીન પર મારમાર ભાગી રહી છે ત્યારે ‘રામાયણ’ના શૂટિંગ સમયની કેટલીક વાતો યાદ કરીને આનંદ સાગરને અત્યારે હસવું આવી રહ્યું છે. આનંદ સાગરે શૂટિંગ દરમ્યાનનો એક કિસ્સો વર્ણવતાં કહ્યું કે ‘અમે જંગલમાં લવ-કુશ બનતા બાળકલાકારો સાથે શૂટિંગ કરતા હતા ત્યારે જંગલની વચ્ચે એ બાળકલાકારોએ પીત્ઝા, ચિપ્સ અને જૂસની ડિમાન્ડ કરી હતી. ડિમાન્ડ એવી હતી કે જો એ પૂરી ન થાય તો બન્ને શૂટિંગ આગળ નહીં વધારે. અમારે નાછૂટકે શૂટિંગ અટકાવીને યુનિટના મેમ્બર્સને એ બધું લેવા માટે સિટીમાં મોકલવા પડ્યા હતા.
હનુમાનજી લવ-કુશને ટ્રેઇનિંગ આપે છે એ મુજબનો સીન હતો અને એ સીન વચ્ચે જ બન્ને બાળકોએ ડિમાન્ડ કરી હતી. હનુમાન બનતા ઍક્ટર વિક્રમ મસ્તાલે કહ્યું કે ‘શૂટિંગ દરમ્યાન બધાને ખીચડી-કઢી જેવું સાદું ભોજન મળતું એટલે જ્યારે
આઉટડોર જવાનું હોય ત્યારે બધાને ખબર રહેતી કે માગે એ ખાવાનું મળી જાય. બન્ને બાળકોએ પણ એ જ કામ કર્યું અને જેવું શૂટિંગ શરૂ થયું કે બન્નેએ પોતાની ડિમાન્ડ મૂકી દીધી.’
મજાની વાત એ છે કે ચિપ્સ, પીત્ઝા અને જૂસ આવ્યાં એ પછી લવ-કુશે પેટ ભરીને એ ખાધું, આરામ કર્યો અને પછી શૂટિંગ શરૂ થયું. શૂટિંગમાં પ્રોડક્શન-હાઉસે ધાર્યું હતું એ બધું કામ બન્ને બચ્ચાઓએ એક જ દિવસમાં પાર પાડ્યું હતું એ પણ હકીકત છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 08:45 PM IST | Rajkot | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK