Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફારાહની આગામી ફિલ્મ બિગ બૉલીવુડ મ્યુઝિકલ છે

ફારાહની આગામી ફિલ્મ બિગ બૉલીવુડ મ્યુઝિકલ છે

04 April, 2019 10:23 AM IST |

ફારાહની આગામી ફિલ્મ બિગ બૉલીવુડ મ્યુઝિકલ છે

ફારાહ ખાન (ફાઈલ ફોટો)

ફારાહ ખાન (ફાઈલ ફોટો)


ફારાહ ખાનનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ બિગ બૉલીવુડ મ્યુઝિકલ હશે. રોહિત શેટ્ટીએ હાલમાં જ જાહેર કર્યું હતું કે તે ફારાહ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફારાહ ખાને છેલ્લે ૨૦૧૪માં આવેલી ‘હૅપી ન્યુ યર’ને ડિરેક્ટ કરી હતી. તે હવે બૉલીવુડની ખૂબ જ જાણીતી ફિલ્મની રીમેક બનાવી રહી છે. આ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક હોવાની ચર્ચા છે. જોકે એ વિશે કોઈ પુષ્ટિ આપવામાં નથી આવી. આ વિશે વધુ જણાવતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘રોહિત અને હું એકસાથે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે ખૂબ જ મોટી અને અદ્ભુત બૉલીવુડ મ્યુઝિકલ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છીએ. આ મારા પ્રકારની ફિલ્મ છે. રોહિત અને હું બે જ એવી વ્યક્તિઓ બચી છે જે આ પ્રકારની બિગ એન્ટરટેઇનિંગ ફિલ્મ બનાવી શકે. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થવાની તૈયારીમાં છે. આ એક રીમેક છે. અમે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે અને એના પર કામ કરી રહ્યાં છીએ.’

આ પણ વાંચોઃ લોકોના દિલ પર રાજ કરનારી સિંગર નેહા કક્કરની અજાણી વાતો



આ ફિલ્મના ઍક્શન દૃશ્ય માટે રોહિત શેટ્ટી મદદ કરશે. આ ફિલ્મની કાસ્ટની જાહેરાત એક મહિનાની અંદર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2019 10:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK