Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની આ કઈ ફિલ્મ છે, જે વર્ષોથી થઈ નહોતી રિલીઝ, જાણો વધુ

અજય દેવગનની આ કઈ ફિલ્મ છે, જે વર્ષોથી થઈ નહોતી રિલીઝ, જાણો વધુ

02 December, 2020 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અજય દેવગનની આ કઈ ફિલ્મ છે, જે વર્ષોથી થઈ નહોતી રિલીઝ, જાણો વધુ

અજય દેવગન

અજય દેવગન


વિશ્વમાં ફેલાયેલા ઝેરી વાઈરસની ગંભીર અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડતી નજર આવી રહી છે. કોરોના રોગચાળાના લીધે બંધ થિયટરના લીધે ફિલ્મ ડાયરેક્ટર એમની ફિલ્મ્સ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરી રહ્યા છે. એટલું જ નહીં અત્યાર સુધી જે ફિલ્મોને થિયેટરમાં રિલીઝ થવાની તક નથી મળી એના માટે એક સારો વિકલ્પ છે ઓટીટી પ્લેટફૉર્મ, જેથી કરીને એમની ફિલ્મો પણ હવે આ પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ રહી છે. એવી જ એક ફિલેમ છે, જે તાજેતર રિલીઝ થઈ છે. અનીસ બઝમીની 'ઈટ્સ માય લાઈફ', જે 10 વર્ષ સુધી રિલીઝ થઈ નહોતી. આ ફિલ્મનું ઝી ટીવી પર પ્રીમિયર કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં હરમન બાવેજા અને જેનિલિયા ડિસૂઝા છે. આ 2006માં આવેલી સુપરહિટ તેલુગુ ફિલ્મ 'બોમ્મરઈલૂ'ની રિમેક ફિલ્મ છે.

હવે વાત કરીએ અનીસ બઝમીની એક એવી ફિલ્મ વિશે, જે ઘણા વર્ષોથી રિલીઝ થવા માટે તડપી રહી છે. હવે તે રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે. અનીસ બઝમીની એ ફિલ્મનું નામ 'Naam' છે, જેમાં અજય દેવગન, સમીરા રેડ્ડી અને ભૂમિકા ચાવલા મુખ્ય ભૂમિકા ભજવતા નજર આવશે. અજય દેવગનની આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે.




રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે અનીસ બઝમીએ 'નામ' ફિલ્મના સેટ પરથી એક તસવીર ટ્વિટર પર શૅર કરી હતી. આ તસવીરમાં અજય દેવગન અને અનીસ બઝમી કોઈ બરફીલા ઠંડી જગ્યા પર શૂટિંગ કરતા નજર આવી રહ્યા છે. આ ટ્વિટ સાથે એમણે નામ ફિલ્મ જલદીથી રિલીઝ થવાની આશા વ્યક્ત કરી હતી. અને હવે ફાઈનલી આ ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે.


અજય દેવગનની 'નામ' ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ 2004માં શૂટ કરવામાં આવી હતી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે વર્ષ 2013માં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ પછી કોઈ કારણોસર તે થઈ શક્યું નહીં. પહેલાનું નામ 'બેનામ' રાખવામાં આવ્યું હતું, પછી એને બદલીને 'નામ' રાખવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં અજય દેવગન સાથે પ્રિયંકા ચોપડાનું નામ લેવામાં આવ્યું હતું. પછી આગળ વાત વધી નહીં અને એની જગ્યા સમીરા રેડ્ડીને મળી ગઈ. પણ હજુ સુધી એ વાતની પુષ્ઠિ થઈ નથી કે કયા કારણોસર આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK