ટીનાએ વેકેશન ક્યાં ઉજવ્યું?

Published: 21st January, 2021 20:19 IST | Mumbai correspondent | Rajkot

જવાબ છે નાયગાંવમાં. લક્ઝરીયસ લાઇફને બદલે યુકેમાં જન્મેલી એક્ટ્રેસ હંમેશા ગામડાંમાં જઈને રહે છે

ટીનાએ વેકેશન ક્યાં ઉજવ્યું?
ટીનાએ વેકેશન ક્યાં ઉજવ્યું?

દંગલ ચેનલના શો ‘એય મેરે હમસફર’ની લીડ એક્ટ્રેસ ટીના ફિલિપે હમણાં નાનકડું વેકેશન લીધું. એકધારા કામથી થાકેલી ટીનાએ પોતાનું આ વેકેશન કોઈ હિલ સ્ટેશન પર જવાને બદલે કે ફોરેનની ટ્રીપ કરવાને બદલે નાઇગાંવમાં માણ્યું. ટીના માટે આ કોઈ નવો અનુભવ નહોતો, એ અનેક વખત આ રીતે અંતરિયાળ ગામડાઓમાં વેકેશન કરવા માટે પહોંચી છે. યુકેમાં જ જન્મેલી અને ત્યાં જ મોટી થયેલી ટીના કહે છે, ‘મોટું વેકેશન મળે એમ નહોતું એટલે મેં નાયગાંવ પસંદ કર્યુ. ગામના લોકો, ગામનું જમવાનું અને ગામની હવામાં એક તાજગી હોય છે. એ લોકોને કોઈ ઇગો નથી હોતો કે પછી એ લોકો સ્ટેટસના કારણે ક્યારેય જીવવાનું નથી છોડતાં. પોતાને ગમે એ બધું જ એ લોકો કરે છે.’
ટીનાએ પોતાના વેકેશન દરમ્યાન ગામના છોકરાઓ સાથે પકડદાવ અને સંતાકૂકડી જેવી રમતો પણ રમી તો ચમચી-કાટાં વિના હાથેથી ચોડેલી ખીચડી પણ ખાધી. એસી વિના પણ ઊંઘ આવે અને એ પણ એકદમ સરસ ઊંઘ આવે એ પણ ટીનાને નાયગાંવના વેકેશન દરમ્યાન ખબર પડી. ટીનાએ કહ્યું હતું, ‘વર્ષમાં એક વખત તો બેચાર દિવસ આ રીતે નાના વિલેજમાં રોકાવા જવાનું હું બધાને કહીશ. આપણી રીઅલ લાઇફ હજુ પણ ત્યાં લોકો જીવી રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK