Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકને મેં લગભગ ના પાડવાની તૈયારી દેખાડી હતી : વિકી

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકને મેં લગભગ ના પાડવાની તૈયારી દેખાડી હતી : વિકી

12 November, 2019 12:17 PM IST | Mumbai

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકને મેં લગભગ ના પાડવાની તૈયારી દેખાડી હતી : વિકી

‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’

‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’


વિકી કૌશલે જણાવ્યું હતું કે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કામ કરવા માટે ના પાડવાની તૈયારી દેખાડી હતી. ૨૦૧૯ની ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે ૨૪૫.૩૬ કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં વિકીની સાથે યામી ગૌતમ પણ જોવા મળી હતી. ભારતનાં ઉરી કૅમ્પ પર થયેલા હુમલાની સત્ય ઘટના પર આ ફિલ્મ આધારિત હતી. આ ઍક્શન-થ્રિલરને આદિત્ય ધરે ડિરેક્ટ કરી હતી.

કમાન્ડોનાં પાત્રમાં જોવા મળેલા વિકીએ કહ્યું હતું કે ‘ખરુ કહું તો ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કામ કરવા માટે ના પાડવાની મારી તૈયારી હતી. હું જ્યારે ‘રાઝી’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને રૉની સ્ક્રૂવાલાની ટીમનો કૉલ આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે તેઓ મને એક ઍક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલી રહ્યા છે. હું પહેલો જ ઍક્ટર છું જેને તેમણે આ ફિલ્મ માટે પસંદ કર્યો છે અને મારી સાથે ફિલ્મ બનાવવા માગે છે. અમે ‘રાઝી’નું ઇમોશનલ સીન શૂટ કર્યું હતું. એથી મારા માટે એ ખૂબ જ થકવી દેનારો દિવસ હતો.



હું ઘરે ગયો ત્યારે મેં સ્ક્રિપ્ટ જોઈ. એ વખતે હું એક ઍક્ટર નહોતો કારણ કે હું જાણવા માગતો હતો કે વાસ્તવમાં શું ઘટ્યુ હતું. મેં ન્યૂઝમાં એ વિશે ખૂબ જોયુ હતું. સ્ક્રિપ્ટમાં ખૂબ જ ટૅક્નિકલ માહિતી, આર્મી અને તેમની ભાષા સમાયેલી હતી. એ દિવસે તો મેં ૧૪ કલાક સુધી પાકિસ્તાની મેજરનું પાત્ર ભજવ્યુ હતું. ત્યાર બાદ અચાનક જ એવુ લાગ્યુ કે આ તો ઇન્ડિયા વર્સીસ પાકિસ્તાન છે. મને ભારતની તરફદારી કરવાની છે. એવુ તો કંઇક હતું કે એની સાથે હું કનેક્ટ નહોતો થઈ શકતો.’


આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

વિકીનાં ડૅડી શામ કૌશલને કારણે તે આ ફિલ્મ કરવા માટે રાજી થયો હતો. તેનાં ડૅડીએ તેને પૂછયુ હતું કે તેણે એ ફિલ્મ વિશે શું નિર્ણય લીધો છે. એ વિશે વિકીએ કહ્યું હતું કે ‘મેં તેમને જણાવ્યું હતું કે હું એ ઝોનમાં નથી જઈ શકતો. એનાં માટે મને ઘણો સમય લાગ્યો હતો કારણ કે હંમેશાં તો હું સ્ક્રિપ્ટ વાંચવામાં બે કલાકનો સમય લઉં છું. જોકે આના માટે મને સાડા ચાર કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે જો આ ફિલ્મને તુ ના પાડીશ તો એ તારી લાઇફનો મુર્ખામીભર્યો નિર્ણય રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:17 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK