ક્યારે લગ્ન કરે છે સુષ્મિતા અને રોહમન શૉલ? લાઇવ સેશનમાં આપ્યો આ જવાબ

Published: 15th October, 2020 18:49 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ લાઇવ સેશનમાં સુષ્મિતાનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ પણ તેની સાથે હતો. જેણે આ સેશનને હજી વધુ રસપ્રદ બનાવી દીધું.

ક્યારે લગ્ન કરે છે સુષ્મિતા અને રોહમન શૉલ? લાઇવ સેશનમાં આપ્યો આ જવાબ
ક્યારે લગ્ન કરે છે સુષ્મિતા અને રોહમન શૉલ? લાઇવ સેશનમાં આપ્યો આ જવાબ

બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને તાજેતરમાં જ એક ઇન્સ્ટા લાઇવ સેશન કર્યો હતો જેમાં તે પોતાના ચાહકો સાથે ડાયરેક્ટ વાત કરી. સુષ્મિતાએ પોતાના ચાહકોના તે બધાં જ પ્રશ્નોના જવાબ આપ્યા જેમાંથી કેટલાક કદાચ જ ક્યારેક જ તેના સુધી પહોંચી શક્યા હોત. આ લાઇવ સેશનમાં સુષ્મિતાનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ પણ તેની સાથે હતો. જેણે આ સેશનને હજી વધુ રસપ્રદ બનાવી દીધું.

જોકે, વીડિયોની હાઇલાઇટ તે હતી જ્યારે એક ફૅને સુષ્મિતા અને રોહમન સાથે ક્યારે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે? આ સવાલ વાંચ્યા પછી સુષ્મિત સ્પષ્ટ રીતે બ્લશ કરતી જોવા મળી અને જ્યારે આનો જવાબ તેને ન સૂજ્યો ત્યારે તેણે પ્રશ્ન રોહમન તરફ ડાઇવર્ટ કરી દીધો.

સુષ્મિતાએ રોહમનને કહ્યું, "જણાવો આપણે લગ્ન ક્યારે કરી રહ્યા છીએ?" રોહમને પણ ખૂબ જ શાણપણથી વાત ફેરવતા કહ્યું કે 'પૂછીને જણાવીશું.' પછી બન્નેએ કહ્યું કે આ વિષયે નિર્ણય લેશું તો બધાંને જણાવશું. લગ્નના સવાલ પર ભલે આ વાતચીત નાની હતી પણ જેટલી વાર થઈ એટલી વારમાં ચાહકોએ સુષ્મિતા અને રોહમનના એક્સપ્રેશન્સ એન્જૉય કર્યા.

રોહમનને બ્લેક આઉટફિટમાં નથી ગમતું સુષ્મિતાને જોવું
આ લાઇવ સેશનમાં સુષ્મિતા જ્યાં ફ્લાવરી ટૉપમાં જોવા મળી તો રોહમને બ્લેક ટીશર્ટ પહેર્યું હતું. સુષ્મિતાએ વાતચીતમાં જણાવ્યું કે રોહમન તેને બ્લેકઆઉટફિટ પહેરવાની ના પાડે છે. વીડિયોના ઘણાં ભાગમાં રોહમન સુષ્મિતાના વખાણ કરતો જોવા મળ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK