રોહિત શેટ્ટીની બહેનના રિસેપ્શનમાં અભિષેક ને સલમાન આમનેસામને

Published: 13th November, 2012 05:42 IST

જોકે બન્નેએ એકમેક સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરીને બાજી સંભાળી લીધીરવિવારે ડિરેક્ટર રોહિત શેટ્ટીની બહેન મહેક અને ફૅશન-ડિઝાઇનર નવીન શેટ્ટીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ આખા બૉલીવુડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં અત્યારે જેમના સંબંધો તંગ બન્યા છે એવા શાહરુખ ખાન અને અજય દેવગન આમનેસામને આવી જવાનો અંદેશો હતો, પણ તેમને બદલે આ રિસેપ્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચનના પતિ અભિષેક બચ્ચન અને તેના એક્સ બૉયફ્રેન્ડ સલમાન ખાન સામસામે આવી ગયા હતા. જોકે બન્નેએ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીને બાજી સંભાળી લીધી હતી.

આ વિશે વાત કરતાં પાર્ટીમાં હાજર એક વ્યક્તિએ કહ્યું હતું, ‘આ રિસેપ્શન માટે સલમાન મધરાત બાદ દોઢેક વાગ્યે આવ્યો હતો. એ વખતે પાર્ટીમાં બહુ ઓછા મહેમાનો હાજર હતા, જેમાં અભિષેક બચ્ચનનો પણ  સમાવેશ હતો. સલમાન અને અભિષેકનો આમનોસામનો થતાં તેઓ એકબીજાને ગળે વળગ્યા હતા અને સલમાને અભિષેકનાં વખાણ કરતાં કહ્યું હતું કે તે પહેલાં કરતાં ફિટ લાગે છે. ત્યાર બાદ બન્નેએ લાંબો સમય વાતો પણ કરી હતી.’ 

અજય દેવગન આ રિસેપ્શનમાં હાજરી આપવા માટે રાતે સાડાદસ વાગ્યાની આસપાસ આવ્યો હતો અને તે તથા તેના મિત્રો બીજા સ્વીટમાં શિફ્ટ થઈ ગયા બાદ મધરાતની આસપાસ શાહરુખ ખાન આવ્યો હતો. નવપરિણીતોને અભિનંદન આપીને તે બીજા સ્વીટમાં શિફ્ટ થઈ ગયો હતો અને પછી ચાલ્યો ગયો હતો. અક્ષયકુમાર સાડાઆઠ વાગ્યે આવી ગયો હતો અને બીજા કોઈ સાથે ક્લૅશ ન થાય એટલે વહેલો જતો રહ્યો હતો.

રિસેપ્શનમાં હાજરી આપી ટોચના કલાકારોએ


રવિવારે ડિરેક્ટર રોહિત શેટ્ટીની બહેન મહેક અને ફૅશન-ડિઝાઇનર નવીન શેટ્ટીના રિસેપ્શનમાં  બૉલીવુડના ટોચના કલાકારોએ હાજરી આપી હતી. આ કલાકારોમાં અજય દેવગન, સુનીલ શેટ્ટી, બિપાશા બાસુ, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અર્શદ વારસી, તુષાર કપૂર, જિતેન્દ્ર, ગીતા બસરા, ફરદીન ખાન, સાજિદ ખાન અને અક્ષયકુમાર જેવા કલાકારોનો સમાવેશ હતો. જોકે માથામાં સિંદૂર લગાવીને કરણ જોહર સાથે આવેલી નવપરિણીતા કરીના કપૂરે સૌથી વધુ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK