જ્યારે નિક જોનાસે કહ્યું..પ્રિયંકા સામે જોયું તો બત્રીસી તોડી નાખીશ...

Published: Sep 26, 2019, 17:22 IST | મુંબઈ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ પંજાબી બોલે તો કેવા લાગે? આ રહ્યો જવાબ...

ડાન્સ દિવાનેના સેટ પર પ્રિયંકા ચોપરા...
ડાન્સ દિવાનેના સેટ પર પ્રિયંકા ચોપરા...

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડી હંમેશા ચર્ચામાં રહે છે, બંને ઘણીવાર એક સાથે પણ જોવા મળે છે. હાલમાં પ્રિયંકા પોતાની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તે ભારતમાં જ છે. જ્યારે પ્રિયંકા ચોપરા ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ દિવાનેમાં પહોંચી તો નિક પણ મળી ગઈ. સાથે જ નિક જોનાસ ઈંગ્લિશમાં નહીં પરંતુ પંજાબીમાં વાત કરી રહ્યા હતા. તમે પણ આ વાંચીને વિચારતા હશો કે આમ કેમ થઈ શકે છે..જાણો છો આખરે મામલો શું છે?

થયું એવું કે, જ્યારે પ્રિયંકા ડાન્સ દિવાને સેટ પર પહોંચી જ્યારે ડિજિટલ નિક જોનાસ બનાવેલો હતો, એટલે કે એક નિક જોનાસનો ફોટો હતો, જેમાં પંજાબી ભાષામાં વોઈસ ઑવર જોડવામાં આવ્યો હતો. આ દરમિયાન ડિજિટલ નિક બોલે છે કે, જો તુ પ્રિયંકાની સામે જોઈશ તો હું તારી બત્રીસી તોડી નાખીશ. જે બાદ અર્જુને પુછ્યું કે, તમે પંજાબી કઈ રીતે શીખી? તો નિકે કહ્યું કે, ચોપરા સાથે લગ્ન કર્યો છે તો પંજાબી નહીં આવડે?


આ બાદ અર્જુન પુછે છે કે, તમે અહીં કેવી રીતે આવ્યા? તો નિકે કહ્યું કે, હું પ્રિયંકાની પાછળ પાછળ આવ્યો છું. હું તને બહુ મિસ કરું છે, એટલે જ તારી તસવીરને કિસ કરું છે. આ વાતચીતનો વીડિયો કલર્સે શેર કર્યો છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ઈ સ્કાઈ ઇઝ પિંક ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. જેમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ છે. પ્રિયંકા આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરી રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK