Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર પોલીસ સાથે સોશ્યલ મીડિયા પર પ્રિયંકા અને ફરહાનની મસ્તી

મહારાષ્ટ્ર પોલીસ સાથે સોશ્યલ મીડિયા પર પ્રિયંકા અને ફરહાનની મસ્તી

12 September, 2019 01:00 PM IST | મુંબઈ

મહારાષ્ટ્ર પોલીસ સાથે સોશ્યલ મીડિયા પર પ્રિયંકા અને ફરહાનની મસ્તી

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસ, ફરહાન અખ્તર અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ગઈ કાલે ટ્વિટર પર મસ્તી કરવામાં આવી હતી. પ્રિયંકા અને ફરહાનની ‘ધ સ્કાઇ ઇઝ પિંક’નું ગઈ કાલે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં પ્રિયંકાનો ડાયલૉગ છે કે ‘એક બાર આઇશા કો અચ્છી હો જાને દો ઉસ્કે બાદ મિલકર બૅન્ક લુટેંગેં’.

farhan-akhtar



આ ડાયલૉગને કારણે મહારાષ્ટ્ર પોલીસે પ્રિયંકાના દૃશ્યનો ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘પ્રિયંકા અને ફરહાન. આ માટે ઇન્ડિયન પિનલ કોર્ટ સેક્શન ૩૯૩ હેઠળ સાત વર્ષની સજા થઈ શકે છે.’


મહારાષ્ટ્ર પોલીસને જવાબ આપતાં પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઉપ્પ્સ. હું પકડાઇ ગઈ છું. ફરહાન પ્લાન બી ઍક્ટિવેટ કરવાનો સમય આવી ગયો છે.’

આ પણ વાંચો : કૂલી નંબર 1ના સેટ પર લાગી ભયંકર આગ


ફરહાને પણ મસ્તીમાં જવાબ આપ્યો હતો કે કૅમેરાની સામે પણ ફરીથી ક્યારેય ચોરીનો પ્લાન નહીં બનાવું. ફરહાનને જવાબ આપતાં મહારાષ્ટ્ર પોલીસે ટ્વીટ કર્યું હતું કે ‘ક્યાંય પણ ચોરીને પ્લાન કરવામાં આવે એ અપરાધ છે. આ માટે સેક્શન ૩૯૯ હેઠળ સજા વધીને દસ વર્ષ પણ થઈ શકે છે અને સાથે દંડની પણ શક્યતા છે. આ માટેનો બેસ્ટ પ્લાન એ છે કે રિયલ લાઇફમાં ક્યારેય આવો પ્લાન ન કરવો.’

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 01:00 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK