Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરીનાને સ્ટેજ પરથી જતાં જોઇને સલમાન ખાન બોલી પડ્યો આ..., જુઓ વીડિયો

કેટરીનાને સ્ટેજ પરથી જતાં જોઇને સલમાન ખાન બોલી પડ્યો આ..., જુઓ વીડિયો

06 September, 2019 04:40 PM IST | મુંબઈ ડેસ્ક

કેટરીનાને સ્ટેજ પરથી જતાં જોઇને સલમાન ખાન બોલી પડ્યો આ..., જુઓ વીડિયો

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે પ્રેમાળ સંબંધો છે જે ક્યાંય છુપાયેલા નથી. જો કે એકબીજાથી જુદા થયેલા કેટ અને સલમાન હવે ઘણાં સારા મિત્રો છે અને ફિલ્મોમાં આ જોડીના અનેક ચાહકો છે. ભલે કેટરીના કૈફ સલમાન સાથે પોતાના સંબંધો તોડીને આગળ વધી ચૂકી હોય અને હાલ પોતાને સંપૂર્ણપણે સિંગલ કહે છે. પણ લાગે છે કે સલમાન ખાનના મનમાં કેટરીના માટે હજી પણ "કુછ કુછ હોતા હૈ...". ના ના, આ ફક્ત અફવાઓ પરથી નથી કહેતા, જો કે એવું તો સલમાન ખાન પોતે બધાની સામે કરી દીધું છે.

હકીકતે ગુરૂવારે મુંબઇમાં 20માં આઇફા અવૉર્ડ્સની પ્રેસ કૉન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કૉન્ફરન્સમાં સ્ટેજ પર સલમાન ખાન, કેટરીના કૈફ અને માધુરી દીક્ષિત હાજર હતા.




એવામાં હોસ્ટના કેટલાક સવાલોના જવાબ આપ્યા પછી કેટરીના કૈફ ત્યાંથી જવા લાગી. કેટરીનાને જતાં જોઇ સલમાન ખાન આશ્ચર્યચકિત થઈ ગયો અને સ્ટેજ પર જ માઇક પર બોલ્યો, "અરે, તુમ જા રહી હો.. તુસ્સી ના જાઓ.." સલમાનની આ વાત સાંભળતાની સાથે જ કેટરીના હસી પડી અને ત્યાંથી જવા લાગી.


ઉલ્લેખનીય છે કે "તુસ્સી જા રહે હો, તુસ્સી ના જાઓ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નો પ્રસિદ્ધ ડાયલૉગ છે. 'કુછ કુછ હોતા હૈ'માં શાહરુખ ખાન, કાજોલ, રાણી મુખર્જી સાથે જ સલમાન ખાન પણ જોવા મળ્યો હતો."

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

જણાવીએ કે આ પ્રેસ કૉન્ફરેન્સ બુધવારે થવાની હતી. મંગળવારે રાતથી જ થતી વરસાદને કારણે મુંબઇ લગભગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગઈ અને એવી સ્થિતિમાં ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. તેને જ કારણે મલ્ટીસ્ટારરર પ્રેઝેન્ટ્સવાળી આ પ્રેસ કૉન્ફરેન્સ ટાળી દેવામાં આવી, ફક્ત આઇફાની પ્રેસ કૉન્ફરન્સ જ નહીં, સની દેઓલના દીકરા કરણ દેઓલની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું ટ્રેલર લૉન્ચ પણ વરસાદને કારણે ટળ્યું હતું, જેને બીજા દિવસે લૉન્ચ કરવામાં આવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 04:40 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK