કપિલ શર્માએ ખેડૂતો અંગે ટ્વીટ કર્યું તો યુઝરે કહ્યું ચુપચાપ કૉમેડી કર, પછી શું થયું?

Published: 30th November, 2020 11:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કપિલ શર્માની કૉમેડીના ફેન્સનો પાર નથી પણ જ્યારે કૉમેડિયને ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે વાત કરી તો કંઇક આવી ઘટના ઘટી...

કપિલ શર્મા
કપિલ શર્મા

આમ તો કપિલ શર્મા (Kapil Sharma) તેની કૉમેડીને કારણે સુપર પૉપ્યુલર છે પણ તે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચાર સોશ્યલ મીડિયા પર બિંધાસ્ત શૅર કરે છે. ખેડૂતોના આંદોલન અંગે તેણે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું અને પોતે આ અંગે શું વિચારે છે તે લખ્યું. કપિલે લખ્યું કે, "ખેડૂતોના મુદ્દાને રાજનૈતિક રંગ ન આપી વાતચીત કરીને આ મામલો ઉકેલવો જોઇએ, કોઇ મુદ્દો ક્યારેય એટલો મોટો નથી હોતો કે વાતચીત કરવાથી તેનો ઉકેલ ન મળે. આપણે બધાં દેશવાસીઓએ આ ખેડૂતભાઇઓની સાથે છીએ. તેઓ આપણા અન્ન દાતા છે."

કપિલ શર્માના આ ટ્વીટ સામે એક યૂઝરે કોમેન્ટ કરી કે, "કૉમેડી કર ચુપચાપ, રાજનીતિ કરવાનો પ્રયાસ ન કર. બહુ ખેડૂતોના હિતનો વિચાર ન કર અને તારું જે કામ છે એની પર ફોકસ કર."

જો કે કપિલ શર્માએ આ અપમાનનો પણ સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે, "ભાઇ સાબેહ હું તો મારું કામ જ કરું છું, તમે પણ કરો. દેશભક્ત લખવાથી કોઇ દેશભક્ત નથી થઇ જતું, કામ કરો અને દેશના વિકાસમાં યોગદાન આપો, 50 રૂપિયાનું રિચાર્જ કરાવીને ફાલતુ જ્ઞાન ન આપો, થેંક્યુ."

કપિલ શર્માએ આ યૂઝરને આવો જવાબ આપીને પોતાના મુદ્દાનું વજન જાળવ્યું તથા તે માત્ર કૉમેડીનો સરતાજ નથી પણ એક જાગૃત નાગરિક છે તેની સાબિતી પણ આપી. 

 • 1/43
  2 એપ્રિલ 1981નાં રોજ કપિલ શર્માનો જન્મ અમૃતસરમાં થયો. તેના પિતા જીતેન્દ્ર કુમાર પુંજ પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને માતા જનક રાની ગૃહિણી હતા. કપિલ શર્માના પિતાને 1997માં કેન્સર થયું અને 2004માં તે ગુજરી ગયા. કપિલ શર્માએ DAV પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યાર બાદ ખાલસા કૉલેજમાંથી ગ્રેજ્યુએસન કર્યું. કપિલ શર્માનો ભાઇ અશોક કુમાર શર્મા પણ પોલીસ કોન્સ્ટેબલ છે.

 • 2/43
  કપિલ શર્માને રિયાલિટી ટેલિવિઝન શો ધી ગ્રેટ ઇન્ડિયલ લાફ્ટર ચેલેન્જને પગલે 2007માં પ્રખ્યાતી મળી.

 • 3/43
  કપિલ શર્મા સોનીનાં કૉમેડી સર્કસનો પણ ભાગ હતો અને ઝલક દિખલા જાની  સિઝન 6માં તેણે હોસ્ટ તરીકે પણ કામ કર્યું.

 • 4/43
  કપિલ શર્માએ 2013માં પોતાના પ્રોડક્સન હાઉસ K9નાં બેનર હેઠળ કૉમેડી નાઇટ્સ વીથ કપિલની શરૂઆત કરી. કપિલ શર્માએ ત્યાર બાદ સોની ટીવી સાથે નવા શો ધી કપિલ શર્મા શો માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો.

 • 5/43
  આ કોમેડી શોને કારણે મળેલી જબ્બર પૉપ્યુલારીટી પછી કપિલ શર્માએ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંથી 2015માં બૉલીવુડમાં એક્ટર તરીકે શરૂઆત કરી. જો કે એ ફિલ્મ બહુ ચાલી નહીં છતાં ય 2017માં તેણે ફિરંગી ફિલ્મમાં એક્ટિંગ કરી અને એ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર તો પિટાઇ જ ગઇ.

 • 6/43
  કપિલ શર્માએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 2018નાં ડિસેમ્બરમાં જલંધર ખાતે લગ્ન કર્યા. પોતાના લગ્ન અંગે કપિલે કહ્યું હતું કે, “જલંધર ગિન્નીનું હોમટાઉન છે અને અમારે લગ્ન સાદાઇથી જ કરવા હતા પણ ગિન્ની એકની એક દીકરી છે એટલે તેમને ધામધૂમથી લગ્ન કરવાની ઇચ્છા હતી.મારી મમ્મી પણ એમ જ ઇચ્છતી હતી.”

 • 7/43
  કપિલને યાદ હતું કે તેનો ભાઇ બહુ સાદાઇથી પરણ્યો હતો અને કપિલે કહ્યું હતું કે, “હું પોતે ત્યારે બહુ કમાતો ન હતો એટલે લગ્ન સાદગીથી થયા પણ મારી બહેનનાં લગ્ન થયા ત્યારે હું કમાવા માંડ્યો હતો એટલે અમારે માટે જેને લેવીશ કહી શકાય તે રીતે તેનાં લગ્ન કર્યાં.”

 • 8/43
  કપિલને તો ખબર પણ નહોતી કે તેના લગ્નમાં કેટલા લોકો આવ્યા હતા કારણકે અંદાજે 5000 લોકોથી લગ્નનું સ્થળ ઉભરાઇ રહ્યું હતું જો કે તે જેને જાણતો હતો તેવા 40-50 જણને તે માંડ મળી શક્યો હતો.

 • 9/43
  કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથે પહેલી દીકરી અનાયરાને 2019નાં ડિસેમ્બરમાં આવકારી. તેણે તેની તસવીર જાન્યુઆરની 15મીએ શેર કરી હતી.

 • 10/43
  કપિલની જિંદગીમાં એક સમય એવો પણ હતો જ્યારે તેના બે શો અચાનક જ બંધ થઇ ગયા કારણકે તેની તબિયત બગડવા માંડી હતી. કૉમેડિયન ત્યારે ડિટોક્સ ડ્રાઇવ પર હતો અને બેંગલુરુના આયુર્વેદિક આશ્રમમાં રિહેબ પ્રોગ્રામમાં જોડાયો હતો.

 • 11/43
  2019માં તેણે ટેલિવિઝન પર ફરી દેખા દીધી અને ઘણી વણજોઇતી ઘટનાઓ પછી ટીવી પર ફરી સ્થિર થયો અને સફળતા પણ મેળવી.

 • 12/43
  કપિલે કહ્યું હતું કે લોકોએ તેને બહુ પ્રેમ આપ્યો અને સતત પૂછ્યું કે તેનો શો ફરી ક્યારે આવી રહ્યો છે, લોકો સોની ટીવીને પણ આ જ સવાલ પૂછતા અને અંતે ચેનલે કપિલ સાથે ફરી શો શરૂ કરવાનો નિર્ણય લીધો. તસવીર-કપિલ તેનાં મમ્મી જનક રાની સાથે લંડનમાં.

 • 13/43
  એક ઇન્ટરવ્યુમાં કપિલ શર્માએ કહ્યું હતું કે દરેક કોઇને કોઇ રીતે પોતાની લડત લડતું જ હોય છે અને પોતે પબ્લિક ફિગર હોવાને કારણે તેમના જીવનની લડાઇઓની ચર્ચા પણ થયા કરે છે પછી તે ઘરની હોય કે કામ સંબંધી. તસવીરમાં માતા જનક રાની અને સુનીલ ગ્રોવર સાથે કપિલ.

 • 14/43
  કપિલની શરાબની આદત અંગે,ગુસ્સા કે લવ લાઇફ અંગે વળી મહેમાનોને લાંબા કલાકો રાહ જોવડાવાવના તેના અભિમાન અંગે પણ બહુ ચર્ચાઓ થઇ છે. કપિલ શર્માનું PR મેનેજમેન્ટ નબળુ હોવાથી આ સમસ્યાઓ સતત ચર્ચામાં રહી અને આ કારણે જ ફેમિલી ટાઇમ વીથ કપિલ શર્મા શો બંધ થઇ ગયો. કપિલે આ વખતે પોતાની જાત માટે કહ્યું હતું કે પોતે નાલાયક સ્ટૂડન્ટ છે એટલે મોડું શીખે છે પણ તે સમજીને શિખી ગયો છે. મધર્સ-ડે નિમિત્તે તેણે આ તસવીર શેર કરી હતી.

 • 15/43
  કપિલે કહ્યું હતું કે પોતે લોકોને હસાવવા માગે છે અને તેણે બ્રેક લીધો તે દરમિયાન જાતને બહુ જ સમય આપ્યો હતો અને પછી તે બહેતર થઇને બેઠો થયો હતો. તેણે પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ સન ઑફ મનજીત સિંઘનાં પ્રમોશન દરમિયાન આમ કહ્યું હતું. દિલવાલેનાં પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાન સાથે કપિલ શર્મા.

 • 16/43
  હેરાન થયા પછી કપિલને બોધ મળ્યો કે પહેલું સુખ તે જાતે નરવા, હેલ્થ ઇઝ વેલ્થ અને પછી તેણે સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તસવીરમાં શોના સેટ પર માતા અને શાહરૂખ સાથે કપિલ.

 • 17/43
  દંગલની સક્સેક પાર્ટીમાં આમિર ખાન સાથે કપિલની આ કેન્ડિડ તસવીર.

 • 18/43
  ડિયર ઝિંદગીના પ્રમોશન્સ દરમિયાન આલિયા અને શાહરૂખ સાથેની આ તસવીર.

 • 19/43
  સચિન તેંડુલકર સાથે કપિલ શર્માની ફેન મોમેન્ટ.

 • 20/43
  જઝ્બાના પ્રમોશન દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કપિલ શર્મા.

 • 21/43
  જ્યારે કપિલ શર્માએ અમિતાભ બચ્ચન પાસે પણ પાઉટ કરાવ્યુ હતું.

 • 22/43
  સુલતાનનાં પ્રમોશન વખતે અનુષ્કા શર્મા અને સલમાન ખાન સાથે કપિલ શર્મા.

 • 23/43
  શિવાયનાં પ્રમોશન્સ વખતે અજય દેવગન અને કાજોલ સાથે.

 • 24/43
  દેસી ગર્લ અને ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા સાથે કપિલ શર્મા  

 • 25/43
  એ દિલ હૈ મુશ્કીલની ટીમ અનુષ્કા, ઐશ્વર્યા અને રણબીર સાથે કપિલ શર્મા.

 • 26/43
  તમાશાના એક્ટર્સ દીપિકા અને રણબીર સાથે.

  તમાશાના એક્ટર્સ દીપિકા અને રણબીર સાથે.

 • 27/43
  બાજીરાવ મસ્તાનીના એક્ટર્સ દીપિકા અને રણબીર સિંઘ સાથે કપિલ શર્મા.

 • 28/43
  કાબિલનાં પ્રમોશન્સમાં હ્રતિક રોશન સાથે.

  કાબિલનાં પ્રમોશન્સમાં હ્રતિક રોશન સાથે.

 • 29/43
  ગબ્બર ઇઝ બૅકનાં પ્રમોશન્સમાં અક્ષય કુમાર અને શ્રુતિ હાસન સાથે.

 • 30/43
  જ્યારે રેખાજી આસપાસ હોય ત્યારે તમે બીજું કંઇ ન જોઇ શકો એમ લખીને પોસ્ટ કરી હતી આ તસવીર.

 • 31/43
  રંગુનના કોસ્ટાર્સ કંગના રનૌત અને શાહીદ કપૂર સાથે કપિલ શર્મા

 • 32/43
  બેફિકરેના એક્ટર્સ વાણી કપૂર અને રણવીર સિંઘ સાથે.

 • 33/43
  ઋષિ અને નીતુ કપૂર જ્યારે બન્યા કપિલનાં ગેસ્ટ.

 • 34/43
  બૉબી દેઓલ, સની દેઑલ, સુનીલગ્રોવર અને કિકુ શારદા સાથે શોના સેટ પર.

 • 35/43
  નેહા ધુપિયા અને સોહા અલી ખાન સાથે ટીવી શોના સેટ પર કપિલ શર્મા.

 • 36/43
  ફ્લાઇટ પકડતાં મળી ઇલી અવરામ એરપોર્ટ પર અને પાડી લીધી આ સેલ્ફી.

 • 37/43
  કપિલ સાથે તેના ટીમ મેમ્બર્સ કીકુ શારદા, અલી અસગર, સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર અને સુમોના ચક્રવર્તી સાથે.

 • 38/43
  કપિલના મહેમાન તરીકે બાબા રામદેવ સુદ્ધાં આવી ચૂક્યા છે.

 • 39/43
  શાહરૂખના પૉઝની નકલ કરતો કપિલ શર્મા, મોજના મુડમાં.

 • 40/43
  ફિરંગીની ટીમનાં મોનિકા ગીલ, ઇશિતા દત્તા અને ગુરદાસ માન સાથે

 • 41/43
  માત્ર ફિલ્મસ્ટાર્સ નહીં સાઇના નહેવાલ જેવા ખેલાડીઓ પણ બન્યા છે કપિલનાં મહેમાન.

 • 42/43
  જુઓ સાનિયા મિર્ઝા અને ફરાહ ખાન સાથેની આ તસવીર.

 • 43/43
  એક સામાન્ય પોલીસ હવાલદારનાં દીકરા તરીકે શરૂ કરેલી જિંદગીનાં પાસા કપિલે પોતાની ટેલેન્ટથી બદલી નાખ્યાં. તેના શો પર બૉલીવુડનાં મોટામાં મોટા સ્ટાર્સ આવી ચૂક્યા છે અને આવતા રહે છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK