જ્યારે જયા પ્રદા સાથે રામાયણની 'સીતા' આ જાહેરાતમાં દેખાઇ, વીડિયો વાઇરલ

Published: Jul 23, 2020, 07:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલમાં જ દીપિકાના એક ચાહકે એમનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે તેલનું પ્રમોશન કરતી નજર આવી રહી છે. આ એડમાં એની સાથે છે એક્ટ્રેસ જયા પ્રદા.

દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયા

હાલ કોરોના વાઈરસના આતંકના લીધે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો પોતાના ઘરમા કેદ છે અને સરકારે પણ આ વાઈરસથી બચવા લૉકડાઉનનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં લોકો ઘરમાં કંટાળી ગયા છે. લૉકડાઉનના શરૂઆતમાં દૂરદર્શન પર રામાયણ સીરિયલના પુન:પ્રસારણ બાદ સીરિયલને ઘણો પ્રતિસાદ મળ્યો અને એની ટીઆરપી પણ નંબર વન પર પહોંચી ગઈ હતી.

સાથે જ હાલ શૉના પાત્રો પણ ઘણા ફૅમસ થઈ ગયા છે. રામ, લક્ષ્મણ અને સીતાના પાત્રમાં જોવા મળેલા અરૂણ ગોવિલ, સુનીલ લહરી અને દીપિકા ચિખલિયા હાલ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે અને શૂટિંગ સાથે જોડાયેલી અજાણી વાતો ફૅન્સ સાથે શૅર કરતા જોવા મળે છે.

આ પણ જુઓ : દીપિકા ચિખલિયા : 'સીતા'એ માત્ર સ્ક્રીન નહીં, રાજકારણમાં પણ બનાવ્યું હતું કરિયર

દીપિકા ચિખલિયા ટીવી સાથે-સાથે ફિલ્મોનું પણ જાણીતું નામ રહી છે. એમણે 80 દાયકામાં ઘણી જાહેરાતમાં કામ કર્યું છે. દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ દીપિકાના એક ચાહકે એમનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે તેલનું પ્રમોશન કરતી નજર આવી રહી છે. આ જાહેરાતમાં એની સાથે છે એક્ટ્રેસ જયા પ્રદા.

એક વ્યક્તિએ દીપિકાના આ વીડિયોને શૅર કરતા લખ્યું છે, કુછ ચીજેં પુરાની હો કર ભી તરોતાજા દિખતી હૈ. વૈસે તો જાહેરાત કાફી પુરાના હૈ, લેકિન @ChikhliaDipika જી કે જાહેરાત કા આજ ભી અસર રખતા હૈ. દીપિકા ચિખલિયાએ વીડિયો વિશે વધુ માહિતી શૅર કરવાની સાથે કહ્યું કે આ જાહેરાત રામાયણના દિવસો પહેલાની છે.

આ પણ જુઓ : દીપિકા ચિખલિયા: જુઓ 'રામાયણ'ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે છે

શૅર કરવામાં આવેલી જાહેરાત વિશે વાત કરીએ તો એમાં દીપિકા ચિખલિયા જાડા વાળ માટે ડાબર આમલા હેર ઑયલનું પ્રચાર કરતી નજર આવી રહી છે. આ વીડિયામાં તે જયા પ્રદા સાથે વાત કરતી નજર આવી રહી છે. વીડિયો અંગે, દીપિકાએ પોતે જ કહ્યું હતું કે આ વીડિયો રામાયણમાં કામ કરતા પહેલાનો હતો.

જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે રામાયણ સીરિયલને ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે, રામાયણ કલાકારોની લોકપ્રિયતા પણ બમણી થઈ ગઈ. દીપિકાની જેમ ટીવીના રામ એટલે કે અરૂણ ગોવિલ અને ટીવીના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરીની લોકપ્રિયતા પણ ખૂબ વધી. સુનિલ લહરીએ ટ્વિટર દ્વારા લોકો સાથે વાતચીત કરે છે અને નિયમિતપણે રામાયણના શૂટિંગ દરમિયાનની તેમની વાર્તાઓ શૅર કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK