જ્યારે ડેલનાઝ ઈરાનીના પતિ બન્યા હતા 'જેઠાલાલ', એક્ટ્રેસે શૅર કરી થ્રૉબેક તસવીર

Published: Jul 18, 2020, 16:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તમને જણાવી દઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ પહેલા દિલીપ જોશી હમ સબ બારાતી નામની સીરિયલમાં નજર આવ્યા હતા. આ શૉમાં તેઓ ડેલનાઝ ઈરાનીના પતિના રોલમાં નજર આવ્યા હતા.

ડેલનાઝ ઈરાની અને દિલીપ જોશી
ડેલનાઝ ઈરાની અને દિલીપ જોશી

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. 22 જૂલાઈથી તારક મહેતાના નવા એપિસોડ તમે જોઈ શકો છો.

વાત કરીએ દિલીપ જોશીની તો, એમણે પોતાની લાઈફમાં ઘણું સ્ટ્રગલ કર્યું છે. ફિલ્મોમા નાના રોલથી લઈને ટીવી શૉઝમાં સાઈડ રોલ સુધીના દરેક પ્રકારના રોલ ભજવ્યા છે. પરંતુ એમને સાચી ઓળખ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah) ના 'જેઠાલાલ' (Jethalal) નામથી મળી. આજે જ્યારે પણ દિલીપ જોશીનું નામ લેવામાં આવે છે ત્યારે જેઠાલાલનું કેરેક્ટર જ સૌથી પહેલા ધ્યાનમાં આવે છે.

તમને જણાવી દઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ પહેલા દિલીપ જોશી (Dilip Joshi) 'હમ સબ બારાતી નામની સીરિયલમાં નજર આવ્યા હતા. આ શૉમાં તેઓ ડેલનાઝ ઈરાની (Delnazz Irani)ના પતિના રોલમાં નજર આવ્યા હતા. ડેલનાઝ ઈરાનીએ દિલીપ જોશી સાથેની એક તસવીર શૅર કરી છે અને જૂના દિવસોને યાદ કર્યા છે.

આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે

ફોટો શેર કરતી વખતે ડેલનાઝે લખ્યું - જ્યારે જેઠાલાલ મારા પતિ હતા શૉ હમ સબ બારાતીમાં. 2003-04માં ગુજરાતી વહુનો રોલ ભજવ્યો એ ઘણી ક્યૂટ મેમરીઝ છે. દરેક સાથે કામ કરવામાં મજા આવતી. તે દિવસોને સૌથી વધારે યાદ કરી રહી છું.

બધાને ખબર જ હશે આ શૉ 2004માં ઑન-એર થયો હતો. આ શૉમાં રિટા બાધુરી, રાજૂ ખેર, ટીકૂ તલસાનિયા જેવા સ્ટાર્સ પણ હતા. હાલ શૉના 16 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.

ડેલનાઝ ઈરાની હાલ થિયેટરમાં કામ કરી રહી છે. તે છેલ્લે 2018માં આવેલો શૉ એક દીવાના થામાં નજર આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું કે તે પ્લસ સાઈઝ નાગિનની ભૂમિકા ભજવવા ઈચ્છે છે.

આ સિવાય ડેલનાઝ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. પ્રથમ લગ્ન તૂટી પડ્યા બાદ ડેલનાઝ ઇરાની ડીજે પર્સી કરકરિયાને ડેટ કરી રહી છે. બન્ને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. હવે એવું પણ સાંભળવા મળ્યું છે કે ડેલનાઝ તેના બોયફ્રેન્ડ પર્સી સાથે શિફ્ટ થઈ ગઈ છે. બન્નેએ સાથે રહેવાનું શરૂ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK