જ્યારે શેફ તૈમૂર અલી ખાને મૉમ કરીના માટે બનાવી આઈસ્ક્રીમ, જુઓ વીડિયો

Published: Nov 28, 2019, 16:46 IST | Mumbai

હકીકતમાં તૈમૂર અલી ખાન મૉમ કરીના સાથે વિજય ચૌહાણની વર્કશૉપમાં પહોંચ્યા છે. આ પ્રસંગે તૈમૂર માતા માટે કપ કેક અને આઈસ્ક્રીમ બનાવતા પણ શીખી ગયા.

કરીના કપૂર અને તૈમૂર અલી ખાન
કરીના કપૂર અને તૈમૂર અલી ખાન

બૉલીવુડનો સૌથી ફૅમસ સ્ટાર કિડ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નો પુત્ર તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. બાળપણથી જ સ્ટાર બનેલો તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) કિચન શેફ નજર આવી રહ્યો છે. એટલું જ નહીં, નાનકડા તૈમૂર અલી ખાને મૉમ કરીના માટે આઈસ્ક્રીમ પણ બનાવી છે. આ વાતનો ખુલાસો પ્રખ્યાત વિજય ચૌહાણે પોતાની પોસ્ટ પર કર્યો છે. હકીકતમાં તૈમૂર અલી ખાન મૉમ કરીના સાથે વિજય ચૌહાણની વર્કશૉપમાં પહોંચ્યા છે. આ પ્રસંગે તૈમૂર માતા માટે કપ કેક અને આઈસ્ક્રીમ બનાવતા પણ શીખી ગયા.

 

 

શેફ બનેલા તૈમૂર અલી ખાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવે છે. સાથે જ એની ક્યૂટ તસવીરો પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ પણ આવે છે. આ તસવીરમાં તૈમૂરે પોતાની મમ્મી કરીના કપૂર જેવી ટી-શર્ટ પહેરીને એકદમ રંગમાં રંગાઈ ગયો છે અને કુકિંગ ક્લાસ દરમિયાન પણ શેફની જેમ જ કેપ પણ પહેરી છે. તૈમૂરનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરતા વિજયે લખ્યું 'બૉલીવુડની ફૅમસ એક્ટ્રેસ કરીના કપૂર અને તૈમૂર અલી ખાનથી મળીને ઘણો આનંદ થયો. એમણે આઈસ્ક્રીમ અને કપ કેક બનાવવાના કુકિંગ ક્લાસમાં પણ ભાગ લીધો. ક્યૂટ તૈમૂરે પોતાની માતા પણ આઈસ્ક્રીમ બનાવી.'

આ પણ જુઓ : આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

જણાવી દઈએ કે તૈમૂર અલી ખાન હાલ પોતાની મૉમ સાથે ચંદીગઢમાં છે અને સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝને લઈને ઘણો ચર્ચામાં રહે છે અને ક્યૂટ પોઝ, સ્માઈલ અને ક્યારેક ગુસ્સો કરતો પણ નજરે ચડે છે. વર્ક-ફ્રન્ટની વાત કરીએ તો હાલ પોતાની ફિલ્મો શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં 'અંગ્રેજી મીડિયમ', 'ગુડ ન્યૂઝ' અને 'લાલ સિંહ ચઢ્ઢા' સામેલ છે. 'અંગ્રેજી મીડિયમ'માં કરીના કપૂર ઈરફાન ખાન સાથે નજર આવશે ત્યારે 'ગુડ ન્યૂઝ'માં અક્ષયકુમાર અને 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન સાથે મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK