જ્યારે અનુષ્કા શર્માએ જાહેરમાં કરી રણવીરની બેઈજ્જતી..જુઓ વીડિયો

Updated: Oct 12, 2019, 16:59 IST | મુંબઈ

અનુશ્કા શર્માને સફળતા પર સવાલ પૂછવો રણવીર સિંહને એવો ભારે પડ્યો કે તેની બધા સામે બેઈજ્જતી થઈ ગઈ.

તસવીરઃ વિરલ ભાયાણી
તસવીરઃ વિરલ ભાયાણી

એક સમય એવો હતો જ્યારે અનુષ્કા શર્મા અને રણવીર સિંહની દોસ્તીના ચર્ચા ચારે તરફ હતા.  અહેવાલો તો ત્યાં સુધી હતા કે બંને વચ્ચે દોસ્તીથી કાંઈક વધારેનો જ સંબંધ છે. પણ જેમ જેમ સમય પસાર થયો તેમ બંને એકબીજાથી દૂર થતા ગયા. જો કે હજુ પણ બંને સારા મિત્રો છે, જો બંનેનો આમનો સામનો થાય છે ત્યારે ખૂબ જ સારી રીતે મળે છે અને એકબીજાની મજાક કરે છે. હાલમાં જ એક અવૉર્ડ ફંક્શનમાં એવું જ થયું જ્યારે અનુષ્કાએ રણવીર મજાક કરવાનો મોકો ન છોડ્યો.


કેટલાક દિવસો પહેલા રણવીર અને અનુષ્કા એલ બ્યૂટી અવૉર્ડમાં સામે થયા હતા. આ ફંક્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણવીર સફળતાનો મતલબ સમજાવી રહ્યા છે. રણવીર કહે છે કે દરેક શખ્સ માટે સફળતાનો મતલબ અલગ અલગ હોય છે. એ બોલતા બોલતા તે અનુષ્કા પાસે જઈને બોલે છે કે ચાલો બ્યુટિફુલ અને ટેલેન્ટેડ અનુષ્કાને પુછીએ કે તમારા માટે સફળતાનો મતલબ શું છે?

આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

રણવીર જેવા અનુષ્કા પાસે જઈને આ સવાલ પુછે છે, તો અનુષ્કા કહે છે કે રણવીર તુ હોસ્ટ નથી. આટલું સાંભળતા જ રણવીર માફી માંગતા પાછા જતા રહે છે. બંને વચ્ચેની આ બૉન્ડિંગ મજેદાર છે. તમને જણાવી દઈએ કે રણવીર અને અનુષ્કાએ સૌથી પહેલા બેંડ બાજા બારાતમાં કામ કર્યું હતું. જે બાદ બંને વચ્ચે નિકટતાની ખબરો આવી હતી. બંનેએ લેડિઝ વર્સિસ રિકી બહલ અને દિલ ધડકને દોમાં પણ સાથે કામ કર્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK