Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સહી બને હૈં

22 October, 2020 10:36 PM IST | Rajkot
Gujarati Mid-day Correspondent

સહી બને હૈં

અંગૂરીભાભી અને તિવારી જ્યારે રામ અને સીતાના ગેટઅપમાં આવ્યાં

અંગૂરીભાભી અને તિવારી જ્યારે રામ અને સીતાના ગેટઅપમાં આવ્યાં


એન્ડ ટીવીના શો ‘ભાભીજી ઘર પર હૈં’માં ચાલી રહેલા નવરાત્રિ સ્પેશ્યલમાં અંગૂરીભાભી અને તિવારીભૈયા રામ અને સીતા બનવાનાં છે અને એ ડ્રીમ સીક્વન્સ સૌકોઈને હસાવી-હસાવીને લોટપોટ કરી દેવાની છે. બન્યું એમાં એવું છે કે તિવારીભૈયાને રાવણ દહન માટે પરમિશન મળવાથી હવે તેને ચોવીસ કલાક રામ ભગવાનનાં સપનાં આવી રહ્યાં છે અને આ સપનામાં તેને સતત અંગૂરીભાભી દેખાય છે તો સામે પક્ષે અંગૂરીભાભીના આશિક એવા વિભૂતિને તિવારી ભૈયા રાવણ તરીકે જુએ છે. રાવણ અને રામના આ યુદ્ધમાં ક્યાંય ઐતિહાસિક પરંપરા નથી પણ બન્ને આજના સમયના કજિયાની જેમ જ વર્તે છે. આ સીન શૂટ કરતી વખતે જ નહીં પણ અંગૂરીભાભી અને તિવારીભૈયા બન્ને રામ-સીતાના ગેટઅપમાં આવ્યાં એ જ સમયથી સૌકોઈને હસવું આવતું હતું.
યુનિટના એકેક મેમ્બર આ રામસીતાને જોઈને હસતા હતા અને બધાને એવું લાગે છે કે આ જે ટ્રૅક છે એ ટ્રૅક સિરિયલનો અત્યાર સુધીનો સૌથી હિટ ટ્રૅક પુરવાર થવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 10:36 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK