2021 માટે કરણ ટેકર કઈ વિશ માગે છે?

Published: 1st January, 2021 15:11 IST | Ahmedabad

નીરજ પાંડેની સિરીઝ ‘સ્પેશ્યલ ઑપ્સ’ને કારણે કરણ ટેકરનું ૨૦૨૦નું વર્ષ ફળ્યું છે

કરણ ટેકર
કરણ ટેકર

કરણ ટેકર માટે આ વર્ષ સારું રહ્યું છે, કારણ કે નીરજ પાંડેની થ્રિલર સિરીઝ ‘સ્પેશ્યલ ઑપ્સ’ને ઘણી પ્રશંસા મળી છે. પ્રોફેશનલી આ વર્ષ ભલે સારું રહ્યું હોય, પણ ૨૦૨૧ માટે કરણ એવું ઇચ્છે છે કે તેનાં માતા-પિતા ઘરની બહાર નીકળી શકે, બસ!

‘એક હઝારોં મેં મેરી બહેના હૈ’માં વીરેન સિંહ વધેરા બનેલો કરણ કહે છે, ‘૨૦૨૦નું વર્ષ સારું રહ્યું મારા માટે. લૉકડાઉન દરમ્યાન ‘સ્પેશ્યલ ઑપ્સ’ રિલીઝ થઈ. શરૂઆતમાં કોરોનાને લીધે અમે ઘરમાંથી બહાર નીકળવાને લઈને એટલા ભયભીત હતા કે શો વિશે વાત કે પ્રમોશન પણ ન કરી શક્યા. જોકે એમ છતાં દર્શકોએ આ શોને આવકાર્યો અને બધું પ્લાનિંગ મુજબ રહ્યું છે. વ્યક્તિગત વાત કરું તો અમારા ઘરમાંથી કોઈ કોવિડને લીધે બીમાર નથી પડ્યું એ સારી વાત છે. બાકી આવતા વર્ષમાં મારી એટલી ઇચ્છા છે કે હું કોરોના વિશેનો ભય અને ચિંતા ૨૦૨૦માં જ છોડીને આગળ વધું. આખું વિશ્વ જ્યારે મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આવતું વર્ષ નૉર્મલ થઈ જાય એવી મારી વિશ છે અને ખાસ તો મારાં માતા-પિતા ઘરમાંથી બહાર નીકળી શકે, બસ એવી ઇચ્છા છે!’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK