સ્ટાર ભારતની જગ જનની માં વૈષ્ણોદેવીમાં કટપ્પા શું કરશે?

Published: Sep 30, 2019, 15:41 IST | રાજકોટ

વૈષ્ણોદેવી તીર્થધામની રચનાથી લઈને એના સંહાર માટે થયેલા હુમલાઓને આલેખતી આ સિરિયલથી પહેલી વખત સત્યરાજ હિન્દી ટીવીમાં આવશે

સત્યરાજ
સત્યરાજ

‘બાહુબલી’નો કટપ્પા યાદ છેને?

ભારોભાર લોકચાહના મેળવી ગયેલા તામિલ ઍક્ટર સત્યરાજ હવે સ્ટાર ભારતની સિરિયલ ‘જગ જનની માં વૈષ્ણોદેવી’માં એક કૅરૅક્ટર કરશે અને એ કૅરૅક્ટર થકી એ પહેલી વખત હિન્દી ટીવી પર દેખા દેશે. સત્યરાજની માતૃભાષા તામિલ જ છે અને અગાઉ તેણે બૉલીવુડ માટે પણ કોઈ કામ નથી કર્યું એટલે નૅચરલી તેને ‌હિન્દી બોલવામાં તકલીફ પડી રહી છે, પણ એમ છતાં તે પોતાની માતા વૈષ્ણોદેવી પ્રત્યેની શ્રદ્ધાને કારણે આ પ્રોજેક્ટ સાથે જોડાયો છે.

આ પણ વાંચો : મેરે સાંઈના સાંઈ બદલાયા

સત્યરાજને સિરિયલમાં સેનાપતિનું કૅરૅક્ટર આપ્યું છે. તે પોતાના કૅરૅક્ટર વિશે વધારે વાત કરવા કે પોતાના લુક વિશે વધારે વાત કરવા રાજી નથી, પણ પ્રોડક્શન-હાઉસમાંથી જાણવા મળ્યા મુજબ તેનો કટપ્પા-લુક અકબંધ રાખવાની કોશિશ કરવામાં આવી છે, જેથી ઑડિયન્સ એકઝાટકે તેને ઓળખી શકે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK