મા સંતોષીના શૂટિ‍ંગમાં આશિષ સાથે શું ચમત્કાર થયો?

Published: Mar 19, 2020, 19:43 IST | Rajkot

હા, આવું જ માને છે ‘સંતોષી મા-સુનાએ વ્રત કથાએં’નો હીરો આશિષ કાદિયાન: હમણાં સેટ પર થતો એક્સિડન્ટ ચમત્કારિક રીતે અટકી જતાં આશિષના મનમાં આ ભાવ જાગ્યો છે

આશિષ કાદિયાન
આશિષ કાદિયાન

&tv પર આવતી ‘સંતોષી મા-સુનાએ વ્રત કથાએં’માં લીડ રોલ કરતો આશિષ કાદિયાન સાચે જ માતાજીમાં માનતો થઈ ગયો છે. આશિષ સાથે એક ઘટના એવી ઘટી કે તેણે દૈવી શક્તિનો ભરોસો કરવો પડે એવી અવસ્થા આવી ગઈ. બન્યું એમાં એવું કે આશિષે એક સીન કરવાનો હતો, જેમાં આશિષ તરફ ટ્રક આવતી હોય અને આશિષ રોડ ક્રોસ કરે પણ શૂટિંગ દરમ્યાન ટ્રકની બ્રેકમાં કોણ જાણે શું પ્રોબ્લેમ ઊભો થયો કે ટ્રક બ્રેક માર્યા વિના સીધી આશિષ તરફ આવતો રહ્યો. આશિષ પણ મુંઝાઇ ગયો કે આ શું થઈ રહ્યું છે?

મૂંઝવણ વચ્ચે આશિષ પણ રોડની વચ્ચે ખોડાઈ રહ્યો અને ટ્રક પણ આવતી રહી. સેટ પર હાજર રહેલાં સૌ કોઈ ગભરાઇ ગયા અને બધાને એવું લાગ્યું કે આશિષનો જીવ જોખમમાં મુકાશે પણ ઇશ્વરની મહેરબાનીએ ટ્રક ડ્રાઇવરે હેન્ડબ્રેકનો ઉપયોગ કરીને ટ્રક રોકી લીધી. બન્યું એવું હતું કે ટ્રકની બ્રેક બરાબર કામ નહોતી કરતી એટલે જ્યાં ટ્રક ઊભી રાખવાની હતી ત્યાં ઊભી રહી નહીં. આશિષ કાદિયાન કહે છે, ‘ખરેખર પહેલીવાર મેં જોયું કે ચમત્કાર હોય છે. એ સમયે તો મને એમ જ લાગ્યું હતું કે હવે હું નહીં રહું.’
ઘટના બન્યા પછી પાંચ કલાક માટે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું અને આશિષ તથા ડ્રાઇવરને આરામ કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK