Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોશિયલ મીડિયા વિશે કંઈક આવું માને છે જેક્લિન ફર્નાન્ડિઝ

સોશિયલ મીડિયા વિશે કંઈક આવું માને છે જેક્લિન ફર્નાન્ડિઝ

02 July, 2019 06:44 PM IST |

સોશિયલ મીડિયા વિશે કંઈક આવું માને છે જેક્લિન ફર્નાન્ડિઝ

સોશિયલ મીડિયા જવાબદારી- જેક્લિન

સોશિયલ મીડિયા જવાબદારી- જેક્લિન


બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક છે. જેક્લિન ફર્નાન્ડીઝ તેમના સોશિયલ પર ઘણી એક્ટિવ જોવા મળે છે અને તેમની પોસ્ટની અસર પણ મોટી થાય છે. જેક્લિને આ સ્ટેજ પર પહોચવા માટે ઘણી મહેનત કરી છે. જો કે જેક્લિને સોશિયલ મીડિયાને લઈને પોતાની જવાબદારીમાં આવનારી મુશ્કેલી વિશે વાત કરી છે.

હાલમાં જ જેક્લિને પોતાના સોશિયલ મીડિયાની અસર અંગે કહ્યું હતું કે, એક એક્ટ્રેસ હોવાના કારણે મને હમેશા સારો અહેસાસ થાય છે પરંતુ આ સિવાય મને લાગે છે કે મારી મહેનત અને સતત કામ કરતા રહેવાનું પરિણામ છે. હુ લોકો સાથે કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરૂ છું. જેમની સાથે મારી વિચારધારા મળે તેમની સાથે કામ કરવાનું વધારે પસંદ કરૂ છું. સોશિયલ મીડિયા પર પ્રભાવ હોવાના કારણે હમેશા મારી પાછળ એક ટીમ હોય છે જે અમારા વિચારો અને દ્રષ્ટિકોણને જનતાની સામે રાખતા હોય છે. એવા લોકો છે જે સતત કન્ટેન્ટ પર કામ કરી રહ્યા છે.



જેક્લિનનું માનવું છે કે, ઘણું કામ કરવુ બાકી છે અને આ દુનિયામાં એક સોશિયલ ઈન્ફ્લુએન્સર બનવુ સરળ નથી. આ લોકોની જવાબદારીઓ ડબલ હોય છે. આવા લોકોએ હમેશા બેલેન્સ બનાવીને રાખવુ જરુરી છે. પોતાના કરિઅર માટે પ્રતિબદ્ધ હોવાની સાથે સાથે જેક્લિન હમેશા તેની અદાઓથી દર્શકોનું દિલ જીતતી આવી છે અને આ જ કારણ છે જેક્લિન 'જેક ઓફ હાર્ટ'ના નામથી પણ ફેમસ છે.


જેક્લિન ફર્નાન્ડીઝ મિસિસ સિરીયલ કિલર સાથે ડિજિટલ દુનિયામાં સ્ટેપઅપ કરી રહી છે. આ સાથે જ જેક્લિન તેની આગામી ફિલ્મ કિક-2ને લઈને વ્યસ્ત જોવા મળી રહી છે. જેક્લિન અને સલમાન સ્ટારર ફિલ્મ કિક-2 ક્રિસમસ 2019 પર રિલીઝ થશે


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 06:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK