Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સોની લિવની થ્રિલર સિરીઝ 'યૉર ઓનર'માં શું છે?

સોની લિવની થ્રિલર સિરીઝ 'યૉર ઓનર'માં શું છે?

11 June, 2020 06:00 PM IST | Mumbai
Nirali Dave

સોની લિવની થ્રિલર સિરીઝ 'યૉર ઓનર'માં શું છે?

સોની લિવની થ્રિલર સિરીઝ 'યૉર ઓનર'માં શું છે?


‘સોની લિવ’એ ક્વૉરન્ટીન પિરિયડમાં દર્શકોના મનોરંજનની તક ઝડપી લીધી છે અને આ પ્લૅટફૉર્મ ફિલ્મો અને ઓરિજિનલ વેબ-સિરીઝનું હબ બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં ‘સોની લિવ’ દ્વારા ઘણી નવી વેબ-સિરીઝની જાહેરાત થયા બાદ સિનેપ્રેમીઓની ઉત્સુકતા વધી ગઈ છે અને ‘યૉર ઓનર’ નામની સિરીઝનું ટ્રેલર રિલીઝ થતાં આ ઉત્સુકતામાં વધારો થયો છે.

થ્રિલર-ડ્રામા સિરીઝ ‘યૉર ઓનર’ મૂળ ઇઝરાયલી સિરીઝ (ક્વોડો)ની રીમેક છે અને એમાં જિમી શેરગિલ, વરુણ બડોલા, પારુલ ગુલાટી, મીતા વશિષ્ઠ જેવા કલાકારો છે. પ્રામાણિક વ્યક્તિત્વ ધરાવતા બિશન ખોસલા (જિમી શેરગિલ)ની હાઈ કોર્ટ જજ તરીકે બઢતી થવાની હોય છે ત્યાં જ તેમનો દીકરો હિટ-ઍન્ડ-રન કેસમાં ફસાઈ જાય છે. પાછું જજના દીકરાનો જેના સાથે અકસ્માત થયો હોય છે તે નામી ગૅન્ગસ્ટરનો દીકરો હોય છે. પોતાના પરિવાર અને નૈતિકતા વચ્ચે ફસાયેલા જજ બિશન ખોસલા પોતાના દીકરાને બચાવવા માટે બનતા પ્રયત્નો કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 06:00 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK