રામ પ્યારે સિર્ફ હમારેની કોયલ અને પ્રિયંકા ચોપડા વચ્ચે શું સામ્ય છે?

Published: 21st October, 2020 19:29 IST | Rashmin Shah | Rajkot

શમીમ માનનું આ આખું કૅરૅક્ટર ‘ગુંડે’ની ઍક્ટ્રેસ કૅરૅક્ટર જેવું બનાવવામાં આવ્યું છે

રામ પ્યારે સિર્ફ હમારેની કોયલ અને પ્રિયંકા ચોપડા વચ્ચે શું સામ્ય છે?
રામ પ્યારે સિર્ફ હમારેની કોયલ અને પ્રિયંકા ચોપડા વચ્ચે શું સામ્ય છે?

ઝીટીવીના નવા લૉન્ચ થયેલા કૉમેડી શો ‘રામ પ્યારે સિર્ફ હમારે’ રામ અને દુલારીની લવ-સ્ટોરી અને આ લવ-સ્ટોરીની સાથોસાથ દુલારી કેવી રીતે પોતાના પતિને બીજી છોકરીઓની નજરમાંથી બચાવે છે એની વાત પણ કહેવામાં આવી છે. દુલારીએ સૌથી પહેલાં તો એવી પાડોશીની નજરમાંથી રામને બચાવવાનો છે જે ભારોભાર સેક્સી, હૉટ અને અદ્ભુત દેખાવ ધરાવે છે. આ પાડોશીનું નામ છે કોયલ. કોયલનું આ કૅરૅક્ટર જોઈને જો તમને ‘ગુંડે’ની નંદિતા એટલે કે પ્રિયંકા ચોપડા યાદ આવી જાય તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આ કૅરૅક્ટરને એવું જ બનાવવામાં આવ્યું છે.
કોયલનું કૅરૅક્ટર કરતી શમીમ માન કહે છે, ‘તમે જેનાથી દૂર ન રહી શકો અને જેની તરફ તમે આપોઆપ ખેંચાઓ એવી આ કોયલ છે. કોયલની સામે જોયા પછી નજર દૂર કરવી અઘરી છે અને રામે તો દૂર જ રહેવાનું છે. આવા સમયે કોયલ કેવી રીતે તેને પોતાની તરફ ખેંચે છે અને દુલારી કેવી રીતે તેને કોયલથી દૂર રાખે છે એ કૉમેડી-વેમાં દેખાડવામાં આવ્યું છે, પણ કોયલને ડિટ્ટો પ્રિયંકા ચોપડા જેવી દેખાડવામાં આવી છે.’
ઝીટીવીએ એકસાથે ચાર શો શરૂ કર્યા, પણ આ ચાર શોમાંથી સૌથી વધુ પૉપ્યુલર કોઈ શો હોય તો એ ‘રામ પ્યારે સિર્ફ હમારે’ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK