‘ટશન-એ-ઇશ્ક’, ‘નામકરણ’, ‘ઇશ્કબાઝ’ વગેરે સિરિયલથી જાણીતો બનેલો ઝેઇન ઇમામ અલ્ટ બાલાજીની સિરીઝ ‘ક્રૅશ’માં જોવા મળશે. ‘ક્રૅશ’માં ચાર ભાઈ-બહેનોની વાર્તા છે, જે ૨૦૦૦ની સાલમાં એક ઍક્સિડન્ટને કારણે એકબીજાથી જુદાં પડી જાય છે. નસીબજોગ ચારેય ભવિષ્યમાં ભેગાં થાય છે અને એ પછીની પરિસ્થિતિ કેવી હોય છે એ શોમાં જોવા મળશે. કુંજ આનંદ, રોહન મહેરા, અદિતિ શર્મા અને અનુષ્કા સેન ભાઈ-બહેન તરીકે જોવા મળશે તેમ જ ઝેઇન ઇમામ પણ રિષભ તરીકે મહત્વનો રોલ કરવાનો છે. રિષભ ડૉક્ટર હોય છે અને એક દુર્ઘટનામાં પોતાનાં મા-બાપને ખોઈ ચૂક્યો હોય છે. પોતાનું દુઃખ ઓછું કરવા તે કામમાં વ્યસ્ત થઈ જાય છે.
ઝેઇન ઇમામનું કહેવું છે કે હું ઓટીટી સ્પેસમાં નવો ચું અને મને સારી સ્ક્રિપ્ટ ઑફર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઝીફાઇવની સિરીઝ ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ - લૉકડાઉન સ્પેશ્યલ’થી ડિજિટલ ડેબ્યુ કરનારો ઝેઇન ઇમામ છેલ્લે ક્રાઇમ-થ્રિલર શો ‘પોઇઝન 2’માં જોવા મળ્યો છે.
વેબ-સિરીઝ વિરુદ્ધ લખનઉમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ
19th January, 2021 16:37 ISTતાંડવ પર વધી રહેલા તાંડવને જોતાં મેકર્સે માગી માફી
19th January, 2021 16:35 ISTતાંડવના વિવાદનું તાંડવ: પ્રતિબંધ મૂકવાની મનોજ કોટકની માગ, સરકારે જવાબ માગ્યો
19th January, 2021 16:33 ISTલાહોર કૉન્ફિડન્શિયલ ફેબ્રુઆરીમાં
19th January, 2021 16:14 IST