ઝીફાઇવ ઝિંદગીની પહેલી ઓરિજિનલ સિરીઝ ચુડેલ્સમાં શું છે?

Published: Aug 03, 2020, 22:54 IST | Agencies | Ahmedabad

ઝીફાઇવ પર તાજેતરમાં ‘ઝિંદગી’ ચૅનલના શો અને ઓરિજિનલ કન્ટેન્ટની જાહેરાત કરવામાં આવી છે અને એના પહેલા શો ‘ચુડેલ્સ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે

ચુડેલ
ચુડેલ

ઝીફાઇવ પર તાજેતરમાં ‘ઝિંદગી’ ચૅનલના શો અને ઓરિજિનલ કન્ટેન્ટની જાહેરાત કરવામાં આવી છે અને એના પહેલા શો ‘ચુડેલ્સ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની પહેલી સિરીઝ ‘ચુડેલ્સ’માં એવી ચાર મહિલાઓની વાત છે જે જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવે છે અને પોતાની અલગ વાર્તા-સંઘર્ષ ધરાવે છે. આ મહિલાઓ ભેગી થઈને ‘શૉપ હલાલ ડિઝાઇન્સ’ નામની દુકાન ખોલે છે અને ખાનગીમાં ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે. આ એજન્સી હેઠળ તેઓ પત્ની સાથે છેતરપિંડી કરતા શહેરના એલિટ ક્લાસના પુરુષોને ઉઘાડા પાડે છે અને અત્યાચા what is in the first original series of zee5 churails ર સહન કરતી મહિલાઓની વહારે આવે છે. આ સિરીઝ બાળશોષણ, લૈંગિકતા, વર્ગ અને જાતિની અસમાનતા જેવા મુદ્દાને રજૂ કરે છે. ૧૧ ઑગસ્ટે રિલીઝ થનારી આ સિરીઝમાં સરવત ગિલાની, નિમરા બુચા, મેહર બાનો અને યાસરા રિઝવી મુખ્ય અભિનેત્રીઓ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK