ગર્લ્સ હોસ્ટેલની ઇલેકશનમાં શું-શું થવાનું છે?

Published: 12th February, 2021 12:54 IST | Rashmin Shah | Rajkot

ગર્લ્સ હોસ્ટેલમાં હવે ઇલેકશન છે અને આ ઇલેકશનમાં અલગ-અલગ છોકરીઓના જૂથ ઉમેદવારી નોંધાવે છે.

ગર્લ્સ હોસ્ટેલની ઇલેકશનમાં શું-શું થવાનું છે?
ગર્લ્સ હોસ્ટેલની ઇલેકશનમાં શું-શું થવાનું છે?

ગર્લિયાપા નામની યુટ્યુબ ચેનલ પર યંગસ્ટર્સને મજા પડે એવું કન્ટેન્ટ બનાવતી ધી વાયરલ ફેક્ટરીને સોની લિવે કરારબદ્ધ કરી હવે ગર્લિયાપાની મોસ્ટ પોપ્યુલર યુટ્યુબ સીરિઝ ‘ગર્લ્સ હોસ્ટેલ’ની સેકન્ડ સીઝન ‘ગર્લ્સ હોસ્ટેલ ૨.૦’ને સોની લિવ પર રીલિઝ કરવાની છે. ‘ગર્લ્સ હોસ્ટેલ’ મેડિકલ સ્ટુડન્ટ્સની હોસ્ટેલ છે, જેમાં રોજબરોજના પ્રશ્નોથી માંડીને નાના શહેરોમાંથી આવતી છોકરીઓથી માંડીને પૈસાદાર બાપની બગડેલી દીકરીઓના કરતૂતો હળવાશથી દર્શાવવામાં આવ્યા છે. આ જ સીઝન હવે આગળ વધવાની છે. ગર્લ્સ હોસ્ટેલમાં હવે ઇલેકશન છે અને આ ઇલેકશનમાં અલગ-અલગ છોકરીઓના જૂથ ઉમેદવારી નોંધાવે છે. સૌથી હોંશિયાર ગણાતી આ છોકરીઓ ઇલેકશન માટે કેવા-કેવા ફંડા અપનાવે છે અને કેવી રીતે ઇલેકશનમાં આગળ આવવા માટે શોર્ટકટ વાપરે છે એની વાત ‘ગર્લ્સ હોસ્ટેલ’ની સેકન્ડ સીઝનમાં કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK