રાજેશકુમારે ક્વૉરન્ટીન દરમ્યાન શું શું કર્યું?

Published: Sep 15, 2020, 21:07 IST | Mumbai Correspondent | Rajkot

ટીવીસ્ટારને કોવિડ-19 પૉઝિટિવ આવ્યા પછી તેણે હોમ-ક્વૉરન્ટીનમાં મૅક્સિમમ યોગ અને મેડિટેશન પર ધ્યાન આપ્યું અને કૉમેડી શો જોયા હતા

રાજેશકુમાર
રાજેશકુમાર

સ્ટાર ભારત પર આવનારા શો ‘એક્સક્યુઝ મી મૅડમ’માં લીડ સ્ટાર તરીકે જૉઇન થયેલા રાજેશકુમારનું ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નું રોસેશનું કૅરૅક્ટર આજે પણ કોઈ ભૂલ્યું નથી. રાજેશકુમારે પોતાની આ જ સિરિયલના એપિસોડ જોઈને હોમ-ક્વૉરન્ટીન દરમ્યાન પોતાને બિઝી રાખ્યો, તો કોવિડ-19 પૉઝિટિવ આવ્યા પછી તેણે યોગ અને મેડિટેશન પર પણ પુષ્કળ ધ્યાન આપ્યું હતું. કોવિડ નેગેટિવ થયા પછી હવે ‘એક્સક્યુઝ મી મૅડમ’થી નવેસરથી પોતાની ટીવી-કરીઅર શરૂ કરનારા રાજેશકુમાર છેલ્લાં પાંચેક વર્ષથી જગ્ગીજીના સાંનિધ્યમાં કામ કરતા હતા. આજે પણ રાજેશકુમાર જ સદ્ગુરુ જગ્ગીજીના વિડિયોને હિન્દી ડબ કરવાનું કામ કરે છે.
રાજેશકુમારે કહ્યું કે ‘કોરોના-પૉઝિ‌‌ટ‌િવ એ ક્યાંય સારા સમાચાર નથી. હું કહીશ કે એ ન થાય એમાં જ ભલાઈ છે. મારું કહેવું છે કે એકને બદલે બે માસ્ક પહેરવા પડે તો પહેરજો અને રૂમની બહાર પણ નીકળવું જરૂરી ન હોય તો ન નીકળતા. સોશ્યલ ડિસ્ટન્સ પાળો અને સુરક્ષ‌િત રહો.’
કોરોના-પૉઝિટિવ આવ્યા પછી રાજેશકુમારે અઢળક સાવચેતી રાખી અને એ સાવચેતી વચ્ચે તેણે મનમાં ક્યાંય નકારાત્મકતા ન આવી જાય એનું ધ્યાન પણ રાખ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK