દિલીપ જોષીએ પીપીઈ કિટ શું કામ પહેરવી પડી?

Published: Sep 07, 2020, 20:41 IST | Rashmin Shah | Rajkot

‘ઇતની શક્તિ હમેં દેના દાતા...’ સૉન્ગ પર પર્ફોર્મન્સ આપી જેઠાલાલે વિઘ્નહર્તાને જલલદીથી આ કોવિડમાંથી સૃષ્ટિને મુક્તિ મળે એ માટે યાચના કરી છે, તો સાથોસાથ જેઠાલાલે સૌકોઈને સલામતી જાળવવા માટેનું સૂચન પણ કર્યું છે.

દિલીપ જોષીએ પીપીઈ કિટ શું કામ પહેરવી પડી?
દિલીપ જોષીએ પીપીઈ કિટ શું કામ પહેરવી પડી?

દિલીપ જોષી એટલે કે જેઠાલાલે આ ગણેશોત્સવ દરમ્યાન શું કર્યું એ જાણવું હોય તો તમારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોવી પડશે. એ સિરિયલમાં આવનારા ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં બબીતા અને ઐયરનો ડાન્સ જોવા મળવાનો છે તો એની સાથોસાથ પોપટલાલ અને ગોકુલધામ સોસાયટીનાં બાળકોનો પર્ફોર્મન્સ પણ જોવા મળશે, પરંતુ આ બધા પર્ફોર્મન્સમાં જો તમારું દિલ જીતી લે એવો પર્ફોર્મન્સ કોઈનો હોય તો એ છે જેઠાલાલનો પર્ફોર્મન્સ. જેઠાલાલે ગણેશ મહોત્સવમાં કોવિડથી રક્ષણ આપે એવી પીપીઈ કિટ પહેરીને પર્ફોર્મન્સ આપ્યું છે. ‘ઇતની શક્તિ હમેં દેના દાતા...’ સૉન્ગ પર પર્ફોર્મન્સ આપી જેઠાલાલે વિઘ્નહર્તાને જલલદીથી આ કોવિડમાંથી સૃષ્ટિને મુક્તિ મળે એ માટે યાચના કરી છે, તો સાથોસાથ જેઠાલાલે સૌકોઈને સલામતી જાળવવા માટેનું સૂચન પણ કર્યું છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી તાજેતરમાં બે કલાકારોએ એક્ઝિટ લીધી એ પછી હવે સિરિયલને નવેસરથી ટ્રૅક પર લાવવા માટે પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ તનતોડ મહેનત કરે છે. ગણેશ મહોત્સવના આ કાર્યક્રમ માટે પણ ટીમે એકધારા ત્રણ દિવસ રિહર્સલ્સ કર્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK