Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અલાઉદ્દીન સિદ્ધાર્થ ગઈ કાલે યુટ્યુબ પાસેથી શું બનાવતાં શીખ્યો?

અલાઉદ્દીન સિદ્ધાર્થ ગઈ કાલે યુટ્યુબ પાસેથી શું બનાવતાં શીખ્યો?

31 March, 2020 06:24 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અલાઉદ્દીન સિદ્ધાર્થ ગઈ કાલે યુટ્યુબ પાસેથી શું બનાવતાં શીખ્યો?

સિદ્ધાર્થ નિગમ

સિદ્ધાર્થ નિગમ


સબ ટીવી પર આવતા શો ‘અલાઉદ્દીન’નો લીડ સ્ટાર એટલે કે અલાઉદ્દીનનું કૅરૅક્ટર કરતો સિદ્ધાર્થ નિગમ અત્યારે લૉકડાઉનમાં ઘરમાં બેઠો-બેઠો એક નવું કામ શીખવા માંડ્યો છે. સિદ્ધાર્થ જાતે રસોઈ બનાવતાં શીખે છે અને એને માટે તે યુટ્યુબનો સહારો લે છે. ગઈ કાલે તે યુટ્યુબની મદદથી ઘઉંના લોટનો શીરો બનાવવાનું શીખ્યો હતો. સિદ્ધાર્થે કહ્યું કે ‘મારે માટે આ બધું સાવ નવું છે. મેં ક્યારેય કુકિંગ શીખવા વિશે વિચાર્યું પણ નહોતું, પણ અત્યારે હું એ કરું છું. ઇન્સ્ટ્રક્શનના નામે કોઈ બૅકસીટ ડ્રાઇવિંગ કરે એ મને ગમતું નથી એટલે હું ફૂડ બનાવવામાં યુટ્યુબનો યુઝ કરું છું. અત્યાર સુધીમાં તો મારી એક પણ વરાઇટી બગડી નથી.’
સિદ્ધાર્થે અત્યારે ફૂડની બાબતમાં વધારે પડતી ચોકસાઈ રાખવાને બદલે ઇમ્યુનિટી વધે એ પ્રકારનું ફૂડ લેવાનું શરૂ કરી દીધું છે. સિદ્ધાર્થે કહ્યું કે ‘વિટામિન-સી મૅક્સિમમ મળે એવું ફૂડ બધાએ લેવું જોઈએ. ઇમ્યુનિટી હશે તો કોરોના કંઈ નહીં કરી શકે એ બધાએ યાદ રાખવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 06:24 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK