અનુપ જલોટા અને જસલીન મથારૂના લગ્નનું આ છે કારણ

Published: 9th October, 2020 16:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વર અને વધુના વેશમાં સોશ્યલ મીડિયા પર તસવીરો થઈ રહી છે વાયરલ

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

ભજન સમ્રાટ અનુપ જલોટા (Anup Jalota) છેલ્લા ઘણા સમયથી ભજન માટે નહીં પણ અન્ય કારણોસર લાઈમલાઈટમાં રહે છે. હવે તેઓ વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ફરીવાર તેઓ જસલીન મથારૂ (Jasleen Matharu) સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યા છે. વર અને વધુના કપડામાં બન્નેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.

67 વર્ષીય અનુપ જલોટા વરરાજાના કપડામાં અને જસલીન મથારૂ દુલ્હનના વેશમાં હોય તેવી તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે જસલીને. સાથે કૅપ્શનમાં ફક્ત આગના ઈમોજી મુક્યા છે.

 
 
 
View this post on Instagram

🔥🔥 @anupjalotaonline

A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) onOct 8, 2020 at 7:17am PDT

આ તસવીરો બાદ એવી ચર્ચા થઈ રહી છે કે, 67 વર્ષની ઉંમરમાં ફરી અનુપ જલોટા ઘોડે ચડ્યા કે શું? તેઓ વરરાજા બનીને અનુપ જલોટા ખૂબ ખુશ દેખાઈ રહ્યાં છે. શેરવાની સાથે સાફો પહેરેલા અનુપ અને મૉડલ જસલીન મથારૂ તેમની દુલ્હન બની છે. યુઝર્સ તેવા સવાલ કરી રહ્યાં છે કે શું તેમણે લગ્ન કરી લીધા છે?

જોકે, જસલીન મથારૂ અને અનુપ જલોટા બન્ને સાથે એક હિન્દી ફિલ્મમાં જોવા મળવાના છે. જેનું નામ છે, 'વો મેરી સ્ટુડન્ટ હૈ'. બે દિવસ પહેલાં જ જસલીને ફિલ્મોનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. એટલે કદાચ એવું કહી શકાય કે આ દુલ્હા-દુલ્હનના અવતાર વાળી તસવીરો પણ ફિલ્મની જ હશે. પરંતુ જસલીને કોઈ કૅપ્શન ન આપ્યું હોવાથી લોકોમાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, અનુપ જલોટાએ ત્રણ લગ્ન કર્યા છે. પહેલી પત્નીનું નામ સોનાલી શેઠ છે. બીજી પત્ની બીના ભાટિયા અને ત્રીજી મેઘા ગુજરાલ છે. ત્રણેય સાથે તેમનો સંબંધ ન જામી શક્યો, બાદમાં તેમણે ઇઝરાયલી મોડલ રીના ગોલનને પણ ડેટ કરી હતી. જ્યારે અનુપ જલોટા અને જસલીન મથારૂના સંબંધો બિગ બૉસ સિઝન 12ને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે બન્નેની લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં હતી. કપલને લઈને ઘણી બધી ખબરો સામે આવતી રહેતી હતી, જેથી લોકોને પણ બન્ને વચ્ચે શું સંબંધ છે તે જાણવામાં રસ પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK